આ બુચર બર્ડ વિશે તમે જાણો છો?

અંગ્રેજીમાં લોંગ ટેઈલ્ડ શ્રાઈક અને ગુજરાતીમાં કાઠિયાવાડી લટોરો તરીકે જાણીતા આ પક્ષીને પક્ષી પ્રેમીઓ કયારેક બુચર બર્ડ તરીકે પણ સંબોંધે છે.

આ કાઠિયાવાડી લટોરો (લોંગ ટેઈલ્ડ શ્રાઈક) પક્ષી પોતાના શિકારમાં, ગ્રાસ હુપર (ખડમકડી), નાની ગરોળીઓ, જીવડાઓ નાના પક્ષીઓ અને રોડેન્ડ (ઉંદર) અને કયારેક માછલીને પણ મારીને ખાય છે.

લોંગ ટેઈલ્ડ શ્રાઈક એ પોતાના અણીદાર પંજા થી શિકારને પકડીને નજીકના કાંટાવાળા ઝાડાના કાંટામાં ભરાવી દે છે અને પછી ધીમે ધીમે તેના ટુકડા કરીને ખાય છે. આમ આવી બાકીના પક્ષીઓ થી અસામાન્ય આદતના કારણે તે બુચર બર્ડ તરીકે પક્ષી પ્રેમીઓમાં ઓળખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]