આમ તો, આપણે બધાએ શહેર અને ગામડામાં ટીટોડી પક્ષી જોય જ હોય એ સહજ છે. આપણે જે ટીટોડી ગામડા કે શહેરમાં જોઈ હોય તેના માથા પર સામાન્ય રીતે લાલ રંગ હોય છે.
વગડાઉ ટીંટોડી (yellow wattled lapwing) એ થોડી અલગ દેખાય છે. તેના માથા પર પીળો રંગ હોય છે તથા પેટનો ભાગ સફેદ હોય છે.
સામાન્ય રીતે ટીટોડી પાણી અને ખેતર આસપાસ જોવા મળે છે. પણ વગડાઉ ટીટોડી સુકા, ઘાસ અને ઝાડી ઝાંખરાવાળા કે પથરાળ વિસ્તારમાં જોવા મળે છે.
