ભુતાન વિશે ભારતમાં ઘણી માન્યતાઓ છે પણ ભુતાન જેટલો સુંદર,સ્વચ્છ અને ઈકોફ્રેન્ડલી દેશ વિશ્વમાં કોઈ નથી. વિશ્વનો એક એવો દેશ જ્યાં 60 ટકાથી વધારે જમીન પર ફોરેસ્ટ કવર છે. ભુતાનમાં પ્રવાસી તરીકે ફરવા જઈએ તો WWF અને એના જેવી અનેક સંસ્થાની નાની મોટી કેમ્પસાઈટ મળે.
અમે પારો શહેરના એક હોટલના રૂમમાં વહેલા સવારે ઉઠીને ગેલેરીમાં બેસી ચા પી રહ્યા હતા અને સામે એક બીલાડી જેવું પ્રાણી બગીચામાં રમી રહ્યું હતું અને કુતુહલવશ અમે એના ફોટા પાડ્યા પછી જોયું તો માન્યામાં ન આવ્યું કે હિમાલીયન માર્ટેન નામનું આ સુંદર પ્રાણી એક હોટલના બગીચામાં રમી રહ્યું હતું. હિમાલીયન માર્ટેેન એ યેલો પ્રોટેડ માર્ટેેન તરીકે પણ ઓળખાય છે.
શ્રીનાથ શાહ