યુરોપિયન રોલર એ નામથી જ ખબર પડે કે આ તો યાયાવર (માઇગ્રેટરી) પક્ષી હશે. આ પક્ષી યુરોપ અને યુરોપ નજીકના વિવિધ એશિયાના દેશોમાંથી આવે અને ચોમાસુ પૂરું થવાના દિવસો આસપાસ લગભગ સપ્ટેમબર આસપાસ ગુજરાતમા દેખાવાના શરું થાય અને શિયાળા સુધી દેખાય.
જંગલ કરતા વધારે આ પક્ષી જંગલ આસપાસના ખેતર વિસ્તાર પાસે આવેલ વિજળીના તાર પર બેસીને ખેતરમાં વિવિધ ઉડતા જીવજંતુને મારવા માટે તૈયાર બેઠેલ વધુ જોવા મળે. આપણે ભારતમાં યુરોપના લોકોને સમયસર કામ કરવા અને મોડા ન પડવા માટે જાણીતા છે તેમ યુરોપીયન રોલર પણ લગભગ દર વર્ષે સમયસર માઇગ્રેશન કરે.
પોતાના શિકાર એવા વિવધ જીવ-જંતુને પકડવા એ વિવિધ રોલ ઓવર અને કરતબ કરે. આકાશમાં આ વિવધ કરતબો અને રોલ ઓવર કરવાના કારણ તેને રોલર કહેતા હશે તેવુ મારું માનવુ છે.
(શ્રીનાથ શાહ)