જંગલમાં વાઘ કે સિંહ જોવા જઈએ ત્યારે ઘણી બધી કુદરતની અજાયબ રચનાઓ અને ઘટનાઓ જંગલમાં થતી હોય છે. વાઘ-સિંહ જોવાના ચક્કરમાં આ બધુ જોવાનું અને જાણવાનું કે માણવાનું રહી જાય છે.
આવી જ એક ઘટના છે જંગલમાં કોઈ જગ્યાએ કીચડ હોય કે લાંબા સમય માટે ભીની રહેતી જમીન હોય ત્યાં બહુ બધા પતંગીયા જમીન પર બેઠેલા જોવા મળે છે.
ભીની કે કીચડ વાળી જમીન પર પતંગીયાની બેસવાની આ ઘટનાને અંગ્રેજીમાં “Mud Puddling” કહે છે. આ રીતે કીચડ પર બેસી “મડ પડલીંગ” કરતા મોટા ભાગના નર પતંગીયા હોવાનું કેટલાક વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલ છે. કીચડ કે ભીની જમીનમાં બેસી અને પતંગીયા તેમના બ્રીડીંગ માટે જરૂરી વિવિધ ક્ષાર, એમીનો એસીડ અને અન્ય પોષક તત્વો મેળવે છે.