ઢિકાલા-કોર્બેટના રસ્તે સાપ નોળીયાની લડાઈ

જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં રામનગર હાઈવે થી ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ લગભગ 20-25 કિમી પાર્કની અંદર આવેલું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક એક એવો પાર્ક છે કે જેમાં ઢિકાલા, ખીન્ન નૌલી, ગૈરાલ, બીજરાની, સર્પદુલી, સુલ્તાન વગેરે ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ નેશનલ પાર્કની અંદર રહેવા માટે સાદગી પૂર્ણ પણ વાઈલ્ડ લાઈફ સાઈટીંગ માટે શ્રેષ્ઠ છે.

લગભગ 10 એક વર્ષ પહેલા અમે જીમ કોર્બેટ નેશનલ પાર્કના ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ થી પરત રામનગર રેલ્વે સ્ટેશન જવા નિકળ્યા હતા. લગભગ 5-7 કિમી આગળ પહોંચ્યા ત્યાં અમે રોડની વચ્ચે સાપ અને નોળીયાને લડાઈ કરતા જોયા. સાપ અને નોળીયાનું આ યુદ્ધ લગભગ 15-20 મીનીટ અમે જોયું પણ સાપ કે નોળીયો એક બીજાને સહેજ પણ મચક આપતા નહતા અને 20 મીનીટ બાદ તે રોડ પર થી લડત લડતા થોડા ઝાડી તરફ ગયા, અમારે ટ્રેનનો સમય થતો હોય અમે સંપૂર્ણ યુદ્ધ જોઈ શકયા નહીં પણ સામાન્ય રીતે સાપ નોળીયાના યુદ્ધમાં નોળીયો વિજયી થતો હોય છે એવું સાંભળ્યું છે.

સાપ અને નોળીયાના યુદ્ધની આ કુદરતી ઘટના નિહાળવી ઘણી જ રોમાંચક હતી. સાપ અને નોળીયાની લડાઈ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટેરેટરી (સમાન વિસ્તાર) અને ખોરાક બાબતે થતી હોય છે.