આમતો બધાજ લોકો સ્પાઈડર મેન નામ થી વાકેફ છે. ભારતમાં એક ચોક્કસ પ્રકારના કરોળિયા થાય જેને સિગ્નેચર સ્પાઈડર તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં ઘણીવાર જંગલમાં જઈએ તો કોઈ બાજુબાજુના બે ઝાડ પાસે એક ખૂબ સરસ ભુમિતી થી રચાયેલ કરોળિયાનું જાળુ દેખાય. આ જાળુ કરોળિયાનું હોય જેમાં વચ્ચોવચ્ચ કરોળિયો જોવા મળે.
આ કરોળિયાના પ્રજનન વિશે વાત કરીએ તો, નર કરોળિયો માદાના જાળાની બાજુમાં જ બીજું જાળુ બનાવે. સંવનન બાદ માદા છે તે નર કરોળિયાને મારી નાંખે છે. અને આ બાજુના જાળા પર 400 થી 1400 ઈંડા મુકી એક કોથળીમાં તેને લપેટી લે છે. જ્યાં સુધી સૌથી મજબૂત કરોળિયો આ કોથળીને તોડીને બહાર ન આવે ત્યાં સુધી અંદર રહેલા કરોળિયા એકબીજાને ખાધા કરે છે. આપણને સાવ સામાન્ય દેખાતા આ કરોળિયાની પણ એક અદભુત રચના કુદરતે કરી છે.
