ચોમાસા પછી ઓક્ટબરમાં જ્યારે ગીરમાં સફારી શરુ થાય ને પહેલા દિવસે જ પહેલી સફારી માટે ગેટ ખુલે ત્યારે પહેલી જીપ જે જંગલમાં જાય તેમા જવાનો આનંદ અને રોમાંચ ખુબજ અનેરો હોય છે. પણ જ્યારે તેમાં જંગલના રાજાનો આવો હરીયાળીમાં ફોટો મળે તો સોના માં સુગંધ ભળે એવુ કહેવાય.
જોકે, ચોમાસા પછી જ્યારે સફારી પાર્ક શરું થાય ત્યારે પહેલા દિવસે આ સફારીમાં ત્રાસ પણ બહુ થાય, ઘણા રસ્તા પર વાહન ના ફર્યુ હોય એટલે રસ્તાના બે તરફના ઝાડ વચ્ચે કરોળીયાના જાળા થઇ ગયા, સાગના પાનમા થતી ચોક્કસ પ્રકારની ઇયળો પણ તમારા ઉપર પડે અને તમારું સ્વાગત કરે, વળી બેચાર તો તમારા રુમ સુધી ભેગી પણ આવે જ.
રસ્તા પરથી પાણી પસાર થતુ હોય એટલે 4 બાય 4 જીપ્સી પણ કાદવમા ફસાય પણ એનો રોમાંચ પણ અનેરો હોય. તમામ મુશ્કેલીઓ પછી પણ જ્યારે તમને ગ્રીન બેકગ્રાઉન્ડ સાથે સિંહનો સારા સન લાઇટ સાથે ફોટો મળે તો ખુબ જ મજા પડી જાય.
(શ્રીનાથ શાહ)