જ્યારે એ સિંહણે તેના તોફાની બચ્ચાના કાન…

ઓકટોબરમાં જ્યારે ગીરનું જંગલ ખુલે ત્યારે જંગલ એકદમ હરીયાળુ હોય છે અને જ્યાં જોવો ત્યા ઝરણા વહેતા મળે. ગીરમા આવેલ બધાજ ઘુના/ઘના વરસાદના પાણીના ભરેલા હોય. જ્વાળામુખીના લાવામાથી બનેલી ટેકરીઓ પર મોટા વૃક્ષો ન ઉગે પણ નાના લીલા ઘાસથી આ ટેકરીઓ લીલીછમ દેખાય.

ઓક્ટોબરમાં અમે બપોરની સફારીમાં ગયા ત્યારે એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણ વચ્ચે 3 સિંહણો તેમના બચ્ચાઓ સાથે રુટનં-5 પર જોવા મળ્યા. વરસાદી માહોલના કરાણે સફારીમાં વાહનો ઓછા હતા અને અમે આ પ્રાઇડના વિવિધ પરિવારીક સંબંધોના આયામોને ખુબ માણ્યા…

એક સમયે સિંહણ એ એના લગભગ 3-4 મહીનાના તોફાની સિંહબાળનો કાન પકડ્યો અને એને બેસાડી દીધુ એ સમયે આ ક્લિક કરી અને મનમા વિચારતો રહ્યો કે…માણસ હોય કે સિંહ માં એ તોફાની છોકરાના કાન અમળવા જ પડે.

(શ્રીનાથ શાહ)