મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરના પુત્ર આર્યન એ સોમવારે લિંગ પરિવર્તન (હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તાજેતરમાં જ સંજય બાંગરના પુત્ર આર્યનએ પોતાનું લિંગ બદલાવ્યું છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું છે.