ગાંધીનગર: ભારતની અગ્રણી લિસ્ટેડ ફિનટેક કંપની ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે તેની બીજી મોટી પહેલની જાહેરાત કરી છે. કંપનીએ ભારતમાં AIને અપનાવવા અને વૃદ્ધિને વિસ્તારવા તેમજ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે. પ્રતિષ્ઠિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) સાથે કંપનીએ એક સમજૂતી કરાર (MoU) કર્યા છે, જેનો ઉદ્દેશ્ય એન્ટરપ્રાઇઝ, સ્ટાર્ટ-અપ્સ અને MSME વચ્ચે AIને પ્રોત્સાહન આપવાનો છે.
EDIIએ 1983માં અમદાવાદમાં સ્થપાયેલી એક સ્વાયત્ત અને બિન-નફાકારી સંસ્થા છે. તે ઉદ્યોગ સાહસિક શિક્ષણ, સંશોધન, તાલીમ, સ્ટાર્ટઅપ્સ, MSME વૃદ્ધિ, ઇન્ક્યુબેશન, ઇનોવેશન અને સંસ્થા નિર્માણ માટે માન્ય રાષ્ટ્રીય સંસાધન સંસ્થા છે. તે IDBI બેંક લિમિટેડ, IFCI લિમિટેડ, ICICI બેંક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને ગુજરાત સરકાર સ્પોન્સર્ડ છે.
એમ.ઓ.યુ.ના ભાગરૂપે ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) કેમ્પસમાં સફળતાપૂર્વક તેનું એડવાન્સ્ડ વીડિયો એઆઈ ડેવલપર પ્લેટફોર્મ THEIAને અમલમાં મૂક્યું છે અને તેનો ઉપયોગ કર્યો છે. આ પ્લેટફોર્મ EDIIના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને THEIA પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમની પોતાની AI પ્રોડક્ટ્સ વિકસાવવા માટે અદ્યતન ટૂલ્સ પ્રદાન કરશે. જેનાથી વ્યવસાય કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં વધારો થશે.
EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાને આશા છે કે ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડ સાથેનો આ સહયોગ સંસ્થાના નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. “ઈડીઆઈઆઈ ખાતે THEIA પ્લેટફોર્મ અને AI ફેસિલિટી મેનેજર જેવી અદ્યતન AI ટેક્નોલોજીસને ઇન્ટિગ્રેટ કરીને તે અમારા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઈને ડિજિટલ-ફર્સ્ટ વિશ્વમાં વિકાસ માટે જરૂરી સાધનોથી સજ્જ કરશે. આ ભાગીદારી માત્ર EDII પર શીખવાના અનુભવને જ નહીં પણ ટકાઉ વૃદ્ધિ અને વ્યવસાય શ્રેષ્ઠતા માટે AIનો લાભ લેવા માટે સાહસિકોને સશક્ત બનાવે છે. EDII અને ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડ એવા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે જ્યાં AI અને ડિજિટલ સોલ્યુશન્સ ઉદ્યોગસાહસિક સફળતા માટે અભિન્ન છે. ઇન્ફિબીમે તેની તાજેતરમાં વિકસાવાયેલી AI ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ ‘AI Facility Manager’ EDII કેમ્પસમાં મૂકી છે. પ્રારંભિક તબક્કામાં ‘AI Facility Manager’ કેમ્પસ સીસીટીવીના વિઝ્યુઅલ ડેટા સાથે વિવિધ ડેટાસેટ્સનું જોડાણ કરશે. અધિકૃત અને અનધિકૃત એન્ટ્રીઓ અથવા એક્ઝિટની દેખરેખની સુવિધા આપશે. આગળ જતાં ‘AI Facility Manager’ સંસ્થાના કેમ્પસમાં સિક્યોરિટી મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, ઓક્યુપન્સી કે સ્પેસ મોનિટરીંગ, વર્કફોર્સ કમ્પ્લાયન્સ, એનર્જી મેનેજમેન્ટ, કન્સીર્જ સર્વિસીઝ, કોસ્ટ મેનેજમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટનો સમાવેશ કરવા માટે વિસ્તરણ કરશે.