નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ SBIની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સને મામલે એ ADRએ SBIની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. SBIએ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ્સથી જોડાયેલા આંકડા રજી કરવાની ડેડલાઇન આગળ ખસેડવાની માગ કરી છે, જે પછી ADRએ માનહાનિનો આ કેસ SBI પર કર્યો છે. SBIએ ચોથી માર્ચે કોર્ટને ડેડલાઇન 30 જૂન, 2024 સુધી ખસેડવાની માગ કરી છે, હાલ એ ડેડલાઇન છઠ્ઠી માર્ચ વીતી ચૂકી છે.
SBIનું આ બાબતે કહેવું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સથી જોડાયેલા ચૂંટણી બોન્ડ્સના આંકડા ઘણા જટિલ છે. બેન્કનું કહેવું હતું કે 12 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે 22,217 ચૂંટણી બોન્ડ્સ જારી કરવામાં આવ્યા હતા. એને લઈને બે અલગ-અલગ સૂચનાઓનો સ્લોટ છે, જેને ડિકોડ કરવાનો છે અને એ પછી ચૂંટણી પંચની સાથે જે ડેટા શેર કરવાનો છે. એની ડિટેલ્સ તૈયાર થશે.