બીજા તબક્કામાં કુલ 54 પક્ષના 851 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બર થનાર છે, તેમાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે ભાજપે 93 બેઠકો માટે 93 ઉમેદવાર ઉભા રાખ્યા છે અને કોંગ્રેસે 91 ઉમેદવાર ઉભા રાખ્યા છે. તેમની સાથે બહુજન સમાજ પાર્ટીના 75 ઉમેદવાર, એનસીપીના 28 ઉમેદવાર બીજા તબક્કાના ચૂંટણી જંગમાં છે. તેમજ આમ આદમી પાર્ટીના 8 ઉમેદવાર, જનતાદળ-યુના 14 ઉમેદવાર અને શિવસેનાના 17 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં 350 અપક્ષ ઉમેદવારો ઉભા છે. આમ તમામ પક્ષો મળીને કુલ 851 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

14 ડિસેમ્બરના બીજા તબક્કામાં હરીફ ઉમેદવારોની પક્ષવાર યાદી 

ક્ર્મ પક્ષનું નામ ઉમેદવારોની સંખ્યા
રાષ્ટ્રીય પક્ષ
1 બહુજન સમાજ પાર્ટી 75
2 ભારતીય જનતા પક્ષ 93
3 કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા 1
4 કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્શીસ્ટ) 3
5 ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ 91
6 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 28
અન્ય રાજ્યમાં નોંધાયેલ સ્ટેટ પાર્ટી
7 આમ આદમી પાર્ટી 8
8 જનતા દળ (યુ) 14
9 જનતા દળ (એસ) 1
10 શિવસેના 17
બિનમાન્યતા પ્રાપ્ત નોંધાયેલા રાજકીય પાર્ટી અને અપક્ષ
11 ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી 46
12 બહુજન મુક્તિ પાર્ટી 15
13 વ્યવસ્થા પરિવર્તન પાર્ટી 2
14 ગુજરાત જન ચેતના પાર્ટી 13
15 સરદાર વલ્લભભાઇ ૫ટેલ પાર્ટી 9
16 બહુજન સુરક્ષા દળ 3
17 યુવાસરકાર 7
18 અખિલ ભારત હિન્દુ મહાસભા 1
19 આપણી સરકાર પાર્ટી 4
20 નવીન ભારત નિર્માણ મંચ 8
21 ભારતીય ટ્રાયબલ પાર્ટી 2
22 ભારતીય નેશનલ જનતાદળ 1
23 અખીલ ભારતીય કોગ્રેસદળ આંબેડકર 1
24 અપના દેશ પાર્ટી 2
25 લોકશાહી સત્તા પાર્ટી 1
26 ઇન્ડિયન ન્યુ કોંગ્રેસ પાર્ટી 2
27 ઈન્ડિયન નેશનલ લીગ 2
28 બહુજન રી૫બ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી 1
29 ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટી 1
30 રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી 1
31 રાષ્ટ્રીય જન ક્રાન્તિ પાર્ટી 2
32 રાષ્ટ્રીય સમાજ ૫ક્ષ 2
33 અખંડ હિન્દ પાર્ટી 1
34 પ્રજાતંત્ર આધાર પાર્ટી 1
35 ઇન્સાનિયત પાર્ટી 4
36 યુવા જન જાગૃતિ પાર્ટી 1
37 રાષ્ટ્ર વિકાસ ઝૂંબેશ પાર્ટી 2
38 જન સત્ય૫થ પાર્ટી 1
39 રાષ્ટ્રીય મહાન ગણતંત્ર પાર્ટી 1
40 ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી 7
41 માનવાધિકાર નેશનલ પાર્ટી 4
42 રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ 1
43 રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી 2
44 લોક ગઠબંધન પાર્ટી 5
45 લોકશાહી (સેકયુલર) 3
46 લોક વિકાસ મંચ 3
47 રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી (સેક્યલર) 1
48 સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) 1
49 લોકતાંતિરીક સમાજવાદી પાર્ટી 2
50 વિશ્વ હિન્દુસ્થાની સંગઠન 1
51 સમાજવાદી જનતા પાર્ટી (ચંદ્રશેખર) 1
52 સોશ્યાલિસ્ટ પાર્ટી 1
53 સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા 1
54 અપક્ષ 350
કુલ ઉમેદવારોની સંખ્યા (બીજો તબક્કો) 851