નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ મહાદેવ બેટિંગ એપ કેસમાં 387.99 કરોડ રૂપિયાની વધારાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં અચ-અચલ સંપત્તિઓ સામેલ છે, જેમાં પ્રમોટરો, પેનલ ઓપરેટરો અને અનેક સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સના પ્રમોટરોના સહયોગીઓને નામે આ મિલકતો છે અને આ મિલકતો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મુંબઈ અને મોરિશિયસમાં આવેલી છે.
EDની તપાસમાં આ ખુલાસો થયો છે કે મહાદેવ ઓનલાઇન બુક બેટિંગ પ ગેરકાયદે સટ્ટાબાજી વેબસાઇટોને નવા યુઝર્સને આઇન અપ કરાવવા, યુઝર ID બનાવી અને અનેક સ્તરે નકલી બેન્ક એકાઉન્ટ્સની જાળમાં ફંડસની હેરાફેરી કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવતી હતી. એજન્સી કહ્યું હતું કે આ સંપત્તિઓને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ એક હંગામી હુકમ જાહેર કરાયો હતો, જેનું કુલ મૂલ્ય 387.99 કરોડ રૂપિયા છે. આ મામલે એજન્સી ટિબરેવાલને પૂછપરછ કરી રહી છે.
આ મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને EDએ ચાર ચાર્જશીટ દાખલ કરાઈ છે. એજન્સીએ પહેલા પણ આરોપ લગાવ્યા છે કે મહાદેવ ઓનલાઈન બેટિંગ (MOB) ગેમિંગ અને બેટિંગ એપની તપાસમાં છત્તીસગઢના કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી સામે આવી છે. એપના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ આ રાજ્યથી છે.EDના આ નવા આદેશની સાથે અત્યાર સુધી 2,295.61 કરોડ રૂપિયાની સંપત્તિ અથવા તો ફ્રીઝ, જપ્ત કરી લેવામાં આવી છે.