રાજ્યમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અમદાવાદઃ રાજ્યના કચ્છમાં શનિવારે સાંજે 4.37 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઈની પાસે છે. આ પહેલાં નવા વર્ષે કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે આજે આવેલા ભૂકંપમાં સંપત્તિ કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં નવા વર્ષના  પ્રારંભે કચ્છમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. નવા વર્ષના પ્રારંભે કચ્છની ધરા ધ્રુજી હતી., આ ભૂકંપ પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયો હતો, અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિમી દૂર નોર્થ-નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતુ. ભચાઉ પાસેની વાગડ ફોલ્ટલાઈન પર આ ભૂકંપના આંચકા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પહેલાં થોડા દિવસ પહેલાં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. સવારે લગભગ 4 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એટલો ભયાનક ભૂકંપ આવ્યો કે લોકો ઘરની બહાર આવી ગયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી.