નવી દિલ્હીઃ દેશના દોઢ લાખ ખેડૂતોનું નેટવર્ક ગ્રાહકોને સીધું વેચાણ કરીને સારીએવી કમાણી કરે છે. મહારાષ્ટ્રના પુણે હિંજેવાડી માન વિસ્તારમાં રહેતા જ્ઞાનેશ્વર બોડકેએ અભિનવ કિસાન ક્લબ નામથી એક ખેડૂતોનું જૂથ શરૂ કર્યું છે. તે 25 વર્ષોથી આ સંગઠન દ્વારા કામ કરી રહ્યા છે. જોકે તેઓ આ પહેલાં એક ઓફિસ બોય તરીકે કામ કરતા હતા, પણ હવે તેઓ કરોડપતિ બની ગયા છે.
આ ક્લબના માધ્યમથી તેઓ સાથે દેશભરના 1.5 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે. ક્લબના ખેડૂતોને ઓર્ગેનિક ખેતીથી લાખ્ખોનો નફો થઈ રહ્યો છે.આ ક્લબમાં શનિવારે અને રવિવારે ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવે છે, એમાં શાકભાજી, ફળો, દાળોની ખેતી, સફાઈ, ગ્રિડિંગ વિશે માહિતી આપવામાં આવે છે. એમાં મહિલા સ્વયં સહાયતા જૂથોને સામેલ કરવામાં આવ્યાં હતાં.
આ સંસ્થાના ખેડૂતો 35થી 40 પ્રકારની ભારતીય શાકભાજી ઉગાડે છે. આ ઉપરાંત 10થી 15 પ્રકારની અંગ્રેજી શાકભાજી અને 15થી 20 પ્રકારની દાળોનું ઉત્પાદન કરે છે. આ ખેડૂતો 115 પ્રકારના દૂધ, પનીર, શ્રીખંડ, આમ્રખંડનું ઉત્પાદન કરે છે. બધી શાકભાજીઓ મંગળવારે અને રવિવારે જમા કરવામાં આવે છે. બોડકેએ એ પણ કહ્યું હતું કે પેકિંગ સફાઈ, ગ્રિડિંગનું કામ સ્વયં સહાયતા જૂથની મહિલાઓ કરે અને શાકભાજી ઘર સુધી પહોંચાડે છે.