બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ‘ચિત્રલેખા’ને ગોલ્ડ એવોર્ડ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી જંગના કવરેજમાં ‘ચિત્રલેખા’એ મેદાન માર્યું.

હરિયાણાના ગુડગાંવમાં યોજાયેલ ડિજિપબવર્લ્ડ એવોર્ડની બીજી એડિશનમાં ‘ચિત્રલેખા’એ મેદાન માર્યું છે. ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલ ચૂંટણીનું તલસ્પર્શી કવરેજ કરવા બદલ બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ‘ચિત્રલેખા ડોટ કોમ’ને ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. ‘ચિત્રલેખા’ ડિજિટલ ટીમ વતી આ એવોર્ડ મનન કોટક અને ભરત પંચાલે સ્વીકાર્યો હતો.

Best Article Video Series Indian Language Gold Award to Chitralekha
Best Article Video Series Indian Language Gold Award to Chitralekha

ડિજિપબ વર્લ્ડના એવોર્ડમાં આ વખતે ગત વર્ષ કરતાં 50 ટકા એન્ટ્રીઓ વધી હતી. તેમાં ભારતીય ભાષાના વિજેતામાં બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં સિલ્વર એવોર્ડમાં ટાઈ પડી હતી, આ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ નવભારત ટાઈમ્સ( સુનો ઝિંદગી) અને ધી લલનટોપ( ધી લલનટોપ પોલિટિકલ કિસ્સી)ને મળ્યો હતો. ત્યાર પછી બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડની જાહેરાત થઈ હતી…. એન્ડ ગોલ્ડ એવોર્ડ ગોસ ટુ ચિત્રલેખા(જેમાં ચિત્રલેખાનું નામ જાહેર થયું હતું) ગુજરાતી ભાષામાં ચિત્રલેખાએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું કવરેજ કર્યું તેને વાચકોએ વધાવ્યું, જેને પરિણામે ચિત્રલેખાને બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.

ડિજિપબ વર્લ્ડ દ્રારા યોજાયેલ એવોર્ડ સમારંભમાં કુલ 17 ગોલ્ડ, 15 સિલ્વર અને 6 વેબસાઈટ ઓફ ધી યરના એવોર્ડ એનાયત કરાયા હતા.

આપને યાદ કરાવી દઈએ કે chitralekha.comમાં ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં તલસ્પર્શી, તટસ્થ અને ચોટદાર કવરેજને આપના સુધો પહોંચાડ્યું હતું, જેમા આપ જેવા વાચકોનો અમને ખુબ પ્રેમ મળ્યો હતો. Chitralekha.com વેબ પોર્ટલથી માંડીને ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાચકોએ ચૂંટણી કવરેજને વધાવ્યું હતું, જેને પરિણામે જ ચિત્રલેખાએ ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના કવરેજમાં અમોએ મતદારોના મનની વાત રજૂ કરી હતી. સાથે ગુજરાતના સીએમ વિજય રુપાણી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ટેકનોક્રેટ સામ પિત્રોડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, પરેશ રાવલ, મનોજ જોશી, ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાના વિડિયો ઈન્ટરવ્યૂ રજૂ કર્યા હતા. તેની સાથે વિધાનસભાની ચૂંટણીના સમયે 300થી વધુ ન્યૂઝ સ્ટોરી અને ચૂંટણીનું તટસ્થ વિશ્લેષણ કરતાં ફીચર્સ રજૂ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાનના દિવસે પોર્ટલ પર લાઈવ કવરેજ અને મતગણતરી(ચૂંટણી પરિણામ)ના દિવસે ચિત્રલેખાના સોશિયલ મિડિયાના તમામ પ્લેટફોર્મ પર સેકન્ડે સેકન્ડનું લાઈવ કવરેજ અમોએ આપના સુધી પહોંચાડયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે મોરબી અને ભાભરની જાહેરસભામાં ’ચિત્રલેખા’ના કવરેજને યાદ કર્યું હતું, ચિત્રલેખા મેગેઝિનમાં ઓગસ્ટ 1979ના અંકના ટાઈટલ પેજ પર મોરબી જળતાંડવ- ‘ગંધાતી પશુતા મહેકતી માનવતા’ને યાદ કર્યું હતું. તે વખતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી મોરબીની મુલાકાતે આવ્યા તે વાત રજૂ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તે સમાચાર ભારતના તમામ અખબારોએ ચમકાવ્યા હતા, અને ચિત્રલેખાના ટાઈટલ પેજની નોંધ લેવાઈ હતી. તે સાથે તમામ ડિજિટલ મિડિયામાં પણ ચિત્રલેખાના ટાઈટલ પેજના ન્યૂઝ કવર થયા હતા.

વાચકોનો ‘ચિત્રલેખા’ પ્રત્યનો પ્રેમ જ અમારા માટે ગોલ્ડ એવોર્ડ લઈને આવ્યો છે.

httpss://www.youtube.com/watch?v=2nIm6nMy_Tw