સિંગાપોર: વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ચેસ પ્લેયર ડી. ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બની ગયા છે. ડી. ગુકેશએ ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ગુકેશે 14મી અને અંતિમ ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેઓએ 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 1-0થી હરાવ્યું. હવે સ્કોર 7.5-6.5 છે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી ગેમમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી.
ડી. ગુકેશનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું છે. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નાઈમાં હોમ ચેસ ટ્યુટર છે. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.