ગાંધીનગર: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સોમવારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દાવેદારોની સેન્સ લીધી હતી. જેમાં 8 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી. જેમાં આજે કોંગ્રેસ પક્ષે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંબ રાજપૂતના નામ પર મહોર મારી છે.
બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ કાંતિભાઈ ખરાડી, દિનેશ ગઢવી, રઘુ દેસાઈ, રાજુભાઈ જોશી સહિતનાઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યા છે. સભા બાદ ગુલાબસિંહ રાજપૂત ફોર્મ ભરશે.