અમદાવાદઃ રાજ્યના અમદાવાદ નિવાસીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. ચાર કરોડ ઠગવાના આરોપમાં પોલીસે MBA વિદ્યાર્થીની ધરપકડ કરી છે. 26 વર્ષીય આરોપી ચેતન કોકરે કંમ્બોડિયાની આંતરાષ્ટ્રીય ગેન્ગ માટે કામ કરતો હતો અને દેશ પરત ફરતાં તેની ધરપકડ કરવામાં આવી છે.
CIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સૌપ્રથમ વાર છે કે ગુજરાત CID (ક્રાઇમ)એ ડિજિટલ એરેસ્ટ કૌભાંડથી જોડાયેલા કોઈ કોલ કરવાવાળા ‘કોલર’ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી હાલ મુંબઈમાં રહેતો હતો.ત્યાર બાદ તેની ગુજરાત CIDએ કોલાબામાંથી તેની ધરપકડ કરી હતી. આ આરોપી ચીની-કમ્બોડિયા નાગરિકો તરફથી સંચાલિત એક ગેન્ગમાં સામેલ થયો હતો અને તે નકલી અધિકારી બનીને ગેન્ગ સાથે જેતે વ્યક્તિને જોડતો હતો, જેથી ડિજિટલ એરેસ્ટ કરીને અજાણી વ્યક્તિઓ પાસેથી પૈસા વસૂલી શકાય.
પોતાની સાથે છેતરપિંડી થવાનું જાણ થતાં પીડિતે પોલીસનો સંપર્ક રર્યો હતો. અને ઇનપુટ, નિગરાનીને આધારે CIDએ ફોન કરતી વ્યક્તિની ઓળખ કરી હતી અને તેની ધરપકડ કરી હતી.