મુંબઈઃ IPLમાં શાનદાર દેખાવ પછી ક્રિય ગેઇલ ‘ઓહ ફાતિમા’ની સાથે મ્યુઝિક વિડિયો સ્પેસ શોધી રહ્યો છે, જેનો ગાયક-ગીતકાર અને સંગીતકાર અરકો પ્રાવો મુખરજીની સાથે પહેલો પ્રયોગ છે. ‘ઓહ ફાતિમા’ની રિસ્પોન્સથી ઉત્સાહિત જમૈકાના બેટ્સમેન અને IPL હીટરે દીપિકા પાદુકોણ (એનાથી ઓછું જરાય નહીં)ની સાથે બોલીવૂડ કેરિયરનો પ્રારંભ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
‘ઓહ ફાતિમા’ના નિર્માતાઓ અનુસાર વિશ્વના બે ભાગોમાંથી બે શૈલીઓની સાથે અનોખો સહયોગ છે. આ ઊર્જાવાન ગીત ભારતીય અને જૈકન શૈલીના સંગીતને સંચાર કરે છે અને એનું પરિણામ એક સ્વોની, ગ્રુવી અને વાઇબ્રેન્ટ ટ્રેક હોય છે. આ ગીતને અરકો અને ક્રિસ ગેઇલે ગાયું, લખ્યું અને કમ્પોઝ કર્યું છે અને રાજમી ગુલાટીએ ડિરેક્ટ કર્યું છે. એમાં ઉજબેકિસ્તાનની એક કલાકાર કરીના કર્રા પણ છે.
તેણે કહ્યું હતું કે જો ભવિષ્યમાં મને બોલીવૂડમાં કોઈ મ્યુઝિક આલબમ મળશે, તો દીપિકા પાદુકોણ સાથે પર્ફોર્મ કરવા ઇચ્છીશ.