ચીન: દુનિયાની સૌથી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનું અપડેટેડ મોડલ તૈયાર કરવામાં આવ્યું. જેના નિર્માતાઓનો દાવો છે કે ટેસ્ટિંગ દરમિયાન આ બુલેટ ટ્રેનની સ્પીડ 450 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી, જે તેને વિશ્વની સૌથી હાઇ-સ્પીડ ટ્રેન બનાવે છે.
મુસાફરીના સમયમાં ઘટાડો
ચાઇના સ્ટેટ રેલ્વે ગ્રૂપ અનુસાર, CR450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડલ મુસાફરીના સમયને વધુ ઘટાડશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જે મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ બનાવશે. ચાઇના રેલ્વે અનુસાર, CR450 મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે તેવી અપેક્ષા છે.ભાર
તની જો વાત કરીએ તો હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત છે. જેની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે, જો CR450 ભારતમાં આવી જાય તો આ ટ્રેનની મદદથી માત્ર એકથી દોઢ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાય છે. અમદાવાદથી મુંબઈનું અંતર આશરે 530 કિમી છે.