સરકારમાં સ્થાન ના મળતાં બળવાના મૂડમાં છગન ભુજબળ?

નાગપુરઃ NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પાર્ટી અધ્યક્ષ અજિત પવાર નવી કેબિનેટમાં સામેલ નહીં કરવામાં આવતાં તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ NCP કાર્યકર્તાઓ અને યેવલા ચૂંટણી ક્ષેત્રના લોકો સાથે વાતચીત કર્યા પછી કંઇક કહેશે.

જોકે NCPના જ્યેષ્ઠ નેતા છગન ભુજબળ કેબિનેટમાં સ્થાન ન મળવાથી ભારે નારાજ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ નારાજ છે. તેમજ ભુજબળે એવી રોષભરી પ્રતિક્રિયા આપી હતી કે જેમણે તેમને પડતા મૂક્યા હતા તેમને જઈને પૂછવું જોઈએ કે તેમને શા માટે પડતા મૂકવામાં આવ્યા છે. જોકે તેમની નારાજગી દૂર કરવા માટે ભુજબળને રાજ્યસભાની બેઠકની ઓફર કરવામાં આવી હતી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યસભાની ઓફરને ફગાવી રહ્યા છે. જે બાદ છગન ભુજબળ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ અજિત પવારનો પક્ષ છોડી દે તેવી શક્યતા છે.

ખુદ છગન ભુજબળે જ એવો સંકેત આપ્યો છે કે જહાં નહીં ચૈના વહાં નહીં…રવિવારે કેબિનેટ વિસ્તરણ પૂર્ણ થયું હતું. જેમાં અજિત પવારની NCPના નવ લોકોને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. જેમાં દિલીપ વળસે-પાટીલ, છગન ભુજબળ જેવા વરિષ્ઠ નેતાઓને પડતા મૂકવામાં આવ્યા હતા. નાસિકમાં છગન ભુજબળને પડતા મtકવામાં આવ્યા હતા અને NCP તરફથી માણિકરાવ કોકાટે અને નરહરિ ઝીરવાળને તક આપવામાં આવી હતી.

તેના પર ભુજબળે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ભુજબળે તેમને આપેલી રાજ્યસભાની ઓફર પણ ફગાવી દીધી છે. ભુજબળ નાગપુર છોડીને નાસિક પરત ફરશે. તે પહેલા તેમણે કહ્યું કે રાજ્યસભાની ઓફર સ્વીકારવી એ મતદારો સાથે છેતરપિંડી છે.