નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ત્રણ કૃષિ કાયદાને લઈને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. પાર્ટીના સંયોજક અને ભૂતપૂર્વ CM કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ વર્ષ પહેલાં જે કાયદાને પરત ખેંચ્યા હતા, એને પક્ષ ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ મુદ્દાને ઉઠાવીને કેજરીવાલે ભાજપની વિરુદ્ધ માહોલ બનાવવાના પ્રયાસ કર્યા છે.
તેમણે સોશિયલ મિડિયામાં X પર લખ્યું હતું કે જે ત્રણ કાળા કાયદા કેન્દ્રએ ત્રણ વર્ષ પહેલાં ખેડૂતોના આંદોલનને કારણે પરત ખેંચી લીધા હતા, એનેપોલિસી કહીને કેન્દ્ર સરકાર પાછલા દરવાજે ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ પોલિસીની કોપી તેમના વિચાર જાણવા માટે કેન્દ્રએ બધાં રાજ્યોને મોકલી છે.
पंजाब में किसान कई दिनों से धरने और अनिश्चित अनशन पर बैठे हैं। इनकी वही मांगे हैं जो केंद्र सरकार ने तीन साल पहले मान ली थी लेकिन अभी तक लागू नहीं की। बीजेपी सरकार अब अपने वादे से मुकर गई। बीजेपी सरकार किसानों से बात तक नहीं कर रही। उनसे बात तो करो। हमारे ही देश के किसान हैं।…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 2, 2025
પંજાબના ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, ત્યારે તેમણે લખ્યું છે કે પંજાબમાં ખેડૂત અનેક દિવસોથી ધરણાં અને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમની એ જ માગ છે કે જો કેન્દ્ર સરકારે પહેલાં માની લીધી હચી, પરંતુ અત્યાર સુધી લાગુ નથી કર્યા. ભાજપ સરકાર હવે તેના વચનોથી ફરી ગઈ છે. ભાજપ સરકાર ખેડૂતોથી વાત સુધ્ધાં નથી કરી રહી. તેમની સાથે વાતચીત કરો, તેઓ દેશના ખેડૂત છે. ભાજપને આટલો અહંકાર કેમ છે કે કોઈનાથી પક્ષ વાત પણ નથી કરતો. પંજાબમાં જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, તેમને ભગવાન સલામત રાખે, જો તેમને કંઈ થશે તો એ માટે ભાજપ જવાબદાર રહેશે, એમ તેમણે કહ્યું હતું.