નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે. માર્ચુલા વિસ્તારમાં પ્રવાસીઓ ભરેલી એક બસ ખીણમાં પડી છે. આ બસમાં 40થી વધુ પ્રવાસીઓ હતા, જેમાં 20 લોકોનાં મોત થયાં છે. જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
SDRFની ત્રણ ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. આ બસ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને સવારે જ ખીણમાં પડી ગઈ હતી.
આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. CM પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અલ્મોડાના DM સાથે ફોન સાથે પર વાચ કરી ઘટનાની માહિતી મેળવી હતી તેમ જ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો.
આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મોતનો આંકડો વધવાની ભીતિ છે.