એક મુઠ્ઠી આસમાનઃ શિલ્પા શિરોડકર

હિન્દી ફિલ્મ અને ટેલીવિઝનના જાણીતા અભિનેત્રી શિલ્પા શિરોડકરનો આજે ૫૧મો જન્મદિન. ૨૦ નવેમ્બર, ૧૯૬૯ના રોજ એમનો જન્મ. પહેલા એ ફોટોમોડેલ બન્યાં અને પછી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. ૧૯૮૯થી ૨૦૦૦ સુધી ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૩ વર્ષ સુધી કેમેરાથી દૂર રહ્યા પછી ૨૦૧૩માં એ નાના પડદા માટે ફરીથી કેમેરા સામે ‘એક મુઠ્ઠી આસમાન’ દ્વારા પ્રેક્ષકો સમક્ષ આવ્યા.

જાણીતા મરાઠી અભિનેત્રી મીનાક્ષી શિરોડકરના પૌત્રી શિલ્પાના મોટી બેન નમ્રતા શિરોડકર પણ અભિનય ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે અને અને મિસ ઇન્ડિયાનો તાજ પણ જીતી ચૂક્યા છે.

શિલ્પા શિરોડકરે રમેશ સિપ્પીની ૧૯૮૯ની ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને અંધ છોકરીની ભૂમિકા કરી. ૧૯૯૦ની ફિલ્મ ‘કિસન કન્હૈયા’માં ડબલ રોલ કરતા અનિલ કપૂર સામે શિલ્પા નાયિકા હતા. સફળતાના આ દૌરમાં ‘ત્રિનેત્ર’, ‘પેહચાન’, ‘હમ’, ‘ખુદા ગવાહ’, ‘આંખેં’ ‘પેહચાન’, ‘ગોપી કિશન’, ‘બેવફા સનમ’, કે ‘મૃત્યુદંડ’ (૧૯૯૭)ને યાદ કરી શકાય. છેલ્લે એમણે ‘ગજ ગામિની’ (૨૦૦૦) માં અભિનય કર્યો હતો. સૌથી વધુ, નવ વખત એ પરદા પર મિથુન ચક્રવર્તીના નાયિકા બન્યા.

(નરેશ કાપડીઆ-સુરત)