અમદાવાદ: ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા રાજ્યના જાણીતા કલાકાર બીના મહેતાએ વારાણસીમાં ગત 27મી એપ્રિલથી 2જી મે દરમિયાન યોજાયેલા 101મા ‘સંકટમોચન સંગીત સમારોહ’માં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાની ચાર વિદ્યાર્થિનીઓ સાથે કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને યુવા પ્રતિભાઓ સહિત 150 થી વધુ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલાં કલાકારોએ પર્ફોમન્સ રજૂ કર્યુ હતુ. જેમાં ગુજરાતમાંથી બીના મહેતાને આ સૌભાગ્ય મળ્યું હતું.આ કાર્યક્રમમાં બીના મહેતાએ એક સોલો પર્ફોમન્સ અને પોતાની ચાર વિદ્યાર્થિનીઓ પાયલ પરીખ, વિશ્રુતી પટેલ, અશિતા પટેલ અને અરૂણા ઝવેરી સાથે ગ્રુપ પર્ફોમન્સ પણ કર્યું હતું. બીના પરીખે અહીં સોલો ભામા કલ્પમ કુચીપુડી ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓ સાથે પૂર્વરંગમ્ ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો.