ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 06 (શુક્રવાર) ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટ હશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ પર્થમાં નિયમિત રેડ બોલથી રમાઈ હતી. જો કે આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટ બંને ટીમો માટે સરળ નહીં હોય એ તો હકીકત છે. ત્યારે અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે રેડ અને પિંક બોલમાં શું તફાવત છે? અને આ બંને બોલ એકબીજાથી કેટલા અલગ છે.
રેડ બોલની સરખામણીમાં પિંક બોલમાં ખાસ કોટિંગ હોય છે. જેને પોલીયુરેથીન કોટિંગ કહેવામાં આવે છે. એનાથી બોલને લાંબા સમય સુધી ચમકદાર રાખી શકાય છે. જેટલો લાંબો સમય ચમકે છે,એટલો જ બોલ સ્વિંગ થાય છે. ઓઇક બોલ 40 ઓવર માટે સરળતાથી સ્વિંગ કરી શકાય છે. કેટલીકવાર બોલ 40 ઓવર પછી પણ સ્વિંગ થાય છે. રેડ બોલને સફેદ થ્રેડ વડે સીવવામાં આવે છે. જ્યારે પિંક બોલને કાળા દોરા વડે સીવવામાં આવે છે. એનો ઉપયોગ પણ સારી વિઝિબિલિટી માટે થાય છે.
પિંક બોલ કેમ છે અલગ ?
પિંક બોલનો ઉપયોગ ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. કારણ કે રાત્રે લાઈટ હેઠળ પિંક બોલની વિઝિબિલિટી રેડ બોલ કરતાં વધુ સારી છે.
શું છે સમસ્યા?
જે ખેલાડીઓને કલર વિઝનની સમસ્યા છે. એમના માટે આ બોલની લાઈન અને લેન્થને જજ કરવી સરળ નથી. માટે પિંક બોલમાં સમસ્યાઓ પણ આવે છે.
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ પિંક બોલ વિશે વાત કરતા કહ્યું હતું કે આ બોલ સાથે રમવા માટે તમારે બોલને અંત સુધી જોવો પડશે. આ બોલ સાથે કીપિંગ કરવી પણ એકદમ અલગ છે, કારણ કે બોલમાં વધુ ચમક છે.
હવે એ જોવુ રહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલ સામે કયા ખેલાડીઓ બાજી મારે છે.