નવી દિલ્હી:પૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ફોગાટને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં સાક્ષી મલિકે કહ્યું છે કે, ‘બબીતા ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા. કારણ કે તે પોતે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી હટાવીને પ્રમુખ બનવા માગતી હતી.’
સાક્ષી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ‘બબીતા ફોગાટે ઘણાં પહેલવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પહેલવાનોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.’