બાબા સિદ્દીકી પહેલાં સલમાન ખાનને મારવાની હતી યોજના

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર સલમાન ખાનને જાનનું જોખમ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી શૂટરે જણાવ્યું હતું કે સલમાનને મારવાની યોજના હતી, સુરક્ષાને કારણે ત્યાં સુધી પહોંચી ના શક્યા. થોડા મહિના પહેલાં NCP નેતા અને સલમાનના જિગરી મિત્ર બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. હવે બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ખુલાસો થયો છે કે એના પહેલાં સલમાન ખાનને મારવાની યોજના હતી. આરોપીઓએ પોલીસ તપાસમેં ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઇના હિટલિસ્ટમાં સલમાન ખાન નામ હોવાનું પણ જણાવ્યું હતું. સલમાનને સતત ધમકીઓ મળતાં તેને ઊંચી સિક્યોરિટી આપવામાં આવી હતી.

પાછલા દિલવસોમાં સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણી વ્યક્તિ ગેરકાયદે રીતે ઘૂસી આવી હતી. જેને પકડી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ અનુસાર આ ઘટનાની જાણકારી એક અધિકારીએ આપી હતી. જેમણે કહ્યું હતું કે શંકાસ્પદ યુવકને તાત્કાલિક પકડીને શિવાજી પાર્ક પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

હાલના મહિનાઓમાં સલમાન ખાનને બિશ્નોઇ ગેન્ગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. એપ્રિલમાં સલમાનના બાંદરાસ્થિત નિવાસસ્થાને ગોળીબારની ઘટના પછી મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. બાબા સિદ્દીકીની હત્યા પછી આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.