નવી દિલ્હીઃ સ્વયંભૂ બાબા આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા છે. કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધી જામીન મળી ગયા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ આપ્યો છે કે તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળી શકે. કોર્ટે હાર્ટની સારવાર માટે શરતોની સાથે વચગાળાના જામીન આપ્યા છે.
આ પહેલાં યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા 83 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામની સારવાર માટે સાત દિવસની પેરોલ મંજૂર કરી હતી. તે 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવ્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.