ડાકોર: રણછોડરાયજી બિરાજમાન છે એ ડાકોર યાત્રાધામમાં ભવ્ય રીતે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ શરદોત્સવમાં ભગવાનને મુગટ આભૂષણો સાથે રાસબિહારીનું રૂપ ધારણ કરાવવામાં આવ્યું હતું. ડાકોરના મંદિર પરિસરમાં વર્ષો પછી ચંદ્રના અજવાળામાં શરદ પૂનમની ઉજવણી રાસોત્સવ સાથે કરવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)