પ્રસાદ શબ્દ સાત્વિકતા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. વિદેશી વાનગીઓ પ્રસાદના નામે વેચાવા લાગે ત્યારે તેની હકારાત્મકતા પાર સવાલો ઉદભવે. હકારાત્મક ઊર્જાની વાત આવે ત્યારે વાસ્તુ નિયમો પણ યાદ આવે.
આજે આપણે જસુભાઈના ઘર થકી તેને સમજીએ. ચોરસ પ્લોટમાં ઉત્તર તરફ અને પૂર્વ તરફ માર્જિન વધારે છૂટેલા છે. જે સારું ગણાય. આ ઉપરાંત પ્લોટનો ઉત્તર તરફનો ભાગ નીચો છે. જે સારું ગણાય. પ્લોટની એન્ટ્રી ઈશાનના પદ માંથી છે. જેના કારણે ઘરમાં આવક જાવકનું પ્રમાણ સચવાઈ રહે. ક્યારેક લક્ષ્મીજી રૂઠેલા હોય તેમ પણ લાગે. પૂર્વ કરતાં વાયવ્ય નીચો છે જે સારું ન ગણાય. ઘરમાં અજંપો રહે. અગ્નિ કરતાં વાયવ્ય નીચો છે જે સારું ગણાય. વાયવ્યમાં દાદરો છે જેના લીધે પડવાઆખડવાની સમશ્યા રહે. ઘરનો આકાર ખાંચાખૂંચીવાળૉ છે. ઘરમાં અગ્નિના પદ્મ ઉત્તરથી દક્ષિણ તરફ જવાય છે. આના કીધે જેના પર ભરોષો હોય તેવી વ્યક્તિ મુખની સામે જેવી હોય તેવી પીઠની પાછળ ન રહે.બેઠક રૂમ અગ્નિમાં છે.બેઠક વ્યવસ્થા વાયવ્યમુખી છે. તેથી અંગત વાત યોગ્ય સમયે ન કહેવાય અને ખોટીખોટી વાતો માં સમય વીતી જાય. બ્રહ્મમાં ભેગા થતાં દરવાજા ઘરની ઊર્જા માટે યોગ્ય નથી. રસોડું ઈશાન અને ઉત્તરનો ભાગ કવર કરે છે. વળી ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ કરવાની વ્યવસ્થા છે . જેના લીધે નારીનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવા વાળો થઇ જાય. વળી પગ દુખે અને અસંતોષ પણ રહે. તેથી ઘરની શાંતિ હણાય. પૂર્વ અગ્નિમાં આવેલ મંદિર તેની અપેક્ષમાં વધારો કરે અને ક્યારેક સ્વાર્થી હોવાની ગેરસમજણ પણ ઉદભવે. ઉત્તરમાં ફ્રીજ યોગ્ય ન ગણાય. વળી તેની બરાબર ઉપર જ ઓવરહેડ ટેન્ક છે. જેના લીધે માનસિક તણાવ. બાળકની ચિંતા, પુરુષમાં આત્મવિશ્વાસ નો અભાવ જેવી સમસ્યાઓ આવી શકે. ઉત્તરથી વાયવ્ય ઉત્તરની વચ્ચેનો ભાગ ખાલી છે અને વાયવ્યમાં ઉત્તર તરફ બહાર નીકળતું ટોયલેટ છે. જે પેટ અને શ્વાસની બીમારી ઉપરાંત નવી પેઢીની ચિંતા આપી શકે.બેડરૂમ સાચી જગ્યાએ છે અને માથું રાખવાની વ્યવસ્થા પણ સારી છે પણ કબાટની વ્યવસ્થા સારી નથી તેથી બંધ મુઠ્ઠી ના શહેનશાહ જેવી હાલત રહે. ઘરની મુખ્ય વ્યક્તિનો પ્રભાવ સારો રહે પણ તનમનધનનું સુખ ઓછું રહે. અગ્નિમાં આવેલ કેબલની ડિસ્ક નારીના સ્વભાવમાં ચંચળતા લાવે. પૂર્વમાં આવેલું ઓસરીનું પ્રોજેકશન માનસન્માન માટે યોગ્ય ન ગણાય. આ ઘરમાં હતાશા પણ રહે. ગુસ્સો રહે. પણ એના કારણે ઘર વેચી થોડું દેવાય ? ભારતીય વાસ્તુમાં દરેક સમસ્યાની વાત કરેલી છે. સમસ્યા જો તેનું સોલ્યૂશન લઈને આવતી હોય તો તે સમસ્યા સમસ્યા રહેતી નથી.
આજ ઘરમાં સુખી થવા માટે સર્વપ્રથમ તો સૂચન પ્રમાણેના નકશામાં દર્શાવ્યા પ્રમાણેની રચના કરી અને ઈશાનમાં સાત તુલસી. વાયવ્યમાં બે બીલી અગ્નિમાં ફૂલદાડમ વાવી દેવા, ડ્રોઈંગ રૂમની દક્ષિણની દીવાલ પર પેસ્ટલ યલો અને ટોયલેટની પશ્ચિમની દીવાલ પર નેવીબ્લૂ રંગ લગાવી દેવો જોઈએ. ઘરની સ્ત્રી એ કેસરવાળું દૂધ પીવું. ચંદન અને મટ્ટીપલનો ધૂપ કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા.