વ્યક્તિના દેખાવ કરતાં તેની આંતરિક પ્રબળતા વધારે અગત્યની છે. એ જ રીતે કોઈ પણ મકાનમાં પણ તેની ઊર્જા જ જે તે મકાનને રહેવાલાયક બનાવે છે. કેટલા બધા ભવ્ય મકાનો ખાલી પડી રહે છે? જો તેમાં ચુમ્બકીય શક્તિ હોત તો તેમાં માનવ વસવાટ રહ્યો હોત.
આજે આપણે રમેશભાઈના મકાનનો અભ્યાસ કરીએ. લંબચોરસ પ્લોટમાં દક્ષિણ અગ્નિ તરફથી પ્લોટની એન્ટ્રી છે. પ્લોટનો દક્ષિણનો ભાગ બહાર આવેલો છે. આના કારણે જગ્યા પર નારીનું પ્રભુત્વ હોય પણ નારી તન, મનથી સુખી ન હોય અને ઘરમાં માનસિક તણાવ ઘણો વધારે હોય. નારીને લગતા રોગોની સંભાવના પણ નકારી ન શકાય. પશ્ચિમ અને ઉત્તરની કોમન દીવાલના કારણે માત્ર પૂર્વ અને દક્ષિણમાં માર્જિન છે. જેના કારણે અગ્નિમાં માર્જિન આવે છે. વળી નૈઋત્ય તરફ ઘરનો ભાગ બહાર છે. આના કારણે, મિથ્યાભિમાન , પાડવા આખડવાની તકલીફ, કારણ વિનાની અથડામણ, માનસિક તણાવ આવી શકે, નારી સુખ ઘટે તો ઘર કરતાં બહારની વ્યક્તિ માટે લાગણી વધી શકે. વિના કારણે સમસ્યાઓ આવતી હોય તેવું લાગે.પ્લોટ નું પર્વ તરફનું દ્વાર સારું છે તેથી તે વાપરવાથી રાહત મળે. ઘરના પણ બે દ્વાર છે, જેમાંથી દક્ષિણ નૈઋત્ય તરફનું દ્વાર યોગ્ય નથી તેથી તેનો વપરાશ ઇમર્જન્સી સિવાય ન કરાય તો સારું. બેઠક રૂમ ઈશાન તરફ છે જે સારું ગણાય. એક લાઈનમાં ત્રણ દરવાજા આવતા હોય તે આર્થિક બાબત માટે યોગ્ય ન ગણાય. વળી ઈશાન માં જેટલું ઓછું વજન હોય તે સારું ગણાય. શેટીની વ્યવસ્થા પણ બદલવી જરૂરી છે. બ્રહ્મ માં દરવાજા ભેગા થાય છે જે મન ને અસ્થિરતા આપે. નિર્ણય શક્તિ ઘટી શકે. સ્ટોર રૂમ યોગ્ય જગ્યાએ છે. અહીં ઉત્તર તરફ લોખંડ નું ટેબલ છે તે ખસેડવું જરૂરી છે, નૈઋત્ય માં રસોઈ ઘર હોય તો નારી ને અસંતોષ રહે. તે ઉપરાંત ગોઠણ થી નીચે ના ભાગ માં પગ દુખે. મન અસ્વસ્થ રહે. પશ્ચિમ મુખી રસોઈ હોય ત્યારે રસોઈ નો સ્વાદ બદલાયા કરે. ફ્રિજ બરાબર છે. નૈઋત્ય તરફ સંડાસ હોય તો બીમારી પાછળ ખર્ચ આવે. અગ્નિ માં નૈઋત્ય તરફ થી આવતી સીડી પગ નો દુખાવો અથવા એક્સીડંટ જેવી તકલીફ આપે. જો અમુક થી વધારે નકારાત્મક ઉર્જા હોય તો ગર્ભાશય ની સમશ્યા પણ આવી શકે. અગ્નિ માં બેડ રૂમ હોય તે યુગલ માટે યોગ્ય ન ગણાય. આ જગ્યાની અરેન્જમેન્ટ સહુથી વધારે નકારાત્મક છે. ઈશાન માં લોખંડ ની પેટી પર પશ્ચિમ તરફ ખુલતી તિજોરી માનસિક તણાવ સાથે પૈસા ની તંગી આપે, ઉત્તર તરફ માથું રાખી ને સુવાની વ્યવસ્થા ક્રોધ આપે. દક્ષિણ તરફ મુખ રાખીને વપરાતું સીવવાનું મશીન કામ યોગ્ય રીતે પૃરૂ ન થતા ક્રોધ આપે. જેનાથી કામ વધારે બગડે. દીવાલ ના ખાના માં વધારાની વસ્તુઓ ન મુકવાની સલાહ છે. જ્યાં સમશ્યાઓ છે ત્યાં ભારતીય સિદ્ધાંત પ્રમાણે નિરાકરણ પણ છે.આ જગ્યાને હકારાત્મક બનાવવા માટે ઈશાનમાં અગિયાર રામ તુલસી, અગ્નિમાં બે ફૂલ દાડમ અને નૈઋત્યમાં બે નારિયેળી વાવવી. ઘરમાં ગુગલ ચંદન નો ધૂપ ફેરવવો. સૂચન પછીના નક્સ પ્રમાણેની રચના કરવી. મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવું. રસોડામાં પાણિયારે ઉભી વાટ નો ઘીનો દીવો કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ, શેરડીનો તાજો રસ, ચોખા, પાણીથી અભિષેક કરવો. બેડરૂમના અગ્નિમાં કાચના વાસણમાં ગુલાબની પાંદડી મુકવી. સવારે વહેલા ઉઠવું અને દરરોજ ગણેશજીને ગોળનો પ્રસાદ ધરાવવો.