વાસ્તુ: શરદ પૂનમે સકારાત્મક શક્તિ પ્રાપ્ત કરવા શું કરવું?

ભૂલ અને ગુન્હો બંનેમાં તફાવત છે. અજાણતા ભૂલ થાય પણ ગુન્હો વિચારીને થાય. ભૂલની ક્ષમા આપી શકાય. ગુનેહગારને એવું જરા પણ ન લાગવું જોઈએ કે એને છુટો દોર મળી ગયો છે. ફાંસીથી પણ મોટી સજા હોઈ શકે અને એ છે બહિસ્કારની. મોટા ભાગે વીર બનવાના મોહમાં લોકો ગુનેહગારને પણ ક્ષમા આપી દેતા હોય છે. જેના કારણે એ લોકો માની લે છે સમાજમાં નમાલા લોકો વધી રહ્યા છે. જો જ્યાં જરૂરી છે ત્યાં અવાજ ઉઠાવવામાં અહીં આવે તો વિકૃત લોકો સમાજના અધિપતિ બની બેસશે અને નવી પેઢી એના માટે આપણને જ જવાબદાર ઠેરવશે. એક સ્વસ્થ વિચારધારા કેળવવી ખુબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યાં જ્ઞાન સંપાદન થાય છે તેવી જગ્યાઓએ વિકૃત વ્યક્તિઓને ન ઘુસવા દેવા એ પણ આપણી ફરજ છે.

આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ પણ સમસ્યા હોય તો આપણ નીચે જણાવેલા ઈમેઈલ પર આપણી મુંજવણ જણાવી શકો છો.

સવાલ: હું એક સંસ્થામાં આચાર્ય હતો. મારા પત્ની બીમાર રહે છે તેથી કોઈના માટે આકર્ષણ થઇ ગયું. એનો વિરોધ થયો અને મારે પદ છોડવું પડ્યું. સમય એનું કામ કરે છે. ધીમે ધીમે એ વાત વિસરાઈ ગઈ. મારું મન વધુને વધુ વિચલિત થતું ગયું. એક બીજી સંસ્થામાં મને પદ મળ્યું. એના એક અદ્યાપકની રહેમ નજરે આ બધું થયું. એમને પણ મારા જેવી જ વૃત્તિ હોવાથી અમને ફાવી ગયું. સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ હોવાથી અમારી માંગણીઓનો વિરોધ ન થયો. એક સારા ઘરના વિદ્યાર્થી પાસે આવી માંગણી થઇ ગઈ અને એણે વિરોધ કર્યો. મારી પાસે અમારા જેવો રસ ધરાવતા ઘણા વિદ્યાર્થીઓનો ટેકો હોવાથી મેં અફવા ચલાવી કે એ માણસ જ ખરાબ છે. આમ પણ ટ્રસ્ટીઓને બહુ ઊંડાણમાં જવામાં રસ નથી હોતો. અને તેથી જ તો મને ફરી પદ આપ્યું. પેલા વિદ્યાર્થીએ ભણવાનું છોડી દીધું. મને કોઈએ આમ ટટળાવ્યો હોય તો હું એને નાપાસ કરાવી દઉં. પણ આને તો કોઈ ફિકર જ નથી. રાત્રે ઊંઘ નથી આવતી. કોઈ ઉપાય બતાવો. સમોહન વિદ્યા કામ આવે ખરી?

જવાબ:  તમારી ભૂખનો એક જ ઈલાજ છે કે તમે ધ્યાન કરો. કોર્ટે સજાતીય સંબંધોને માન્યતા આપી એનો અર્થ એવો પણ નથી કે તમે એનો હથિયાર તરીકે ઉપયોગ કરો. આ અંત્યંત શરમજનક ઘટના છે. તમને એ વાતનો ક્ષોભ પણ નથી. માની લીધું કે પેલા પ્રાધ્યાપકને તમારામાં રસ હતો પણ જેને રસ નથી એને રન્જાડવું યોગ્ય ન ગણાય. તમે ટ્રસ્ટીઓને ભ્રમિત કરીને મનાવી લીધા પણ કુદરતના ન્યાયનું શું? માર્કની લાલચ આપીને આવી હીનતા? તમારી ઉંમર અને તમારી વિચારધારા મળતી નથી એનો વાંધો નહિ કારણકે ચારિત્ર અને ઉંમરને કોઈ સીધો સંબંધ નથી પણ શિક્ષણના ધામને તો પવિત્ર રહેવા દયો. તમે એક વિકૃત સમાજનું સર્જન કરી રહ્યા છો અને જે વ્યક્તિ તાબે નથી થતી એને કોઈ શક્તિથી પામવા માંગો છો. એક વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવાનો ગુહનો તમે કર્યો છે અને હજુ બળાત્કારની ભાવના પણ ધરાવો છો. કોઈ શાંત જગ્યાએ જઈ અને આત્મ શુદ્ધિકરણ કરો. સમાજને ફાયદો થશે. બીજી વાત તમારી પાસે વધારે માણસો છે એટલે તમે અસત્યને સત્ય દેખાડી શકો છો એ ભ્રમણામાં ન રહેશો કારણકે સત્ય એક દિવસ બહાર આવશે જ.

સવાલ: હું આપને ૨૦૦૬થી વાંચું છું. ફોલો કરું છું. એવું કહું તો પણ ચાલે કે તમને ગુરુ માનું છું. તમારું વાસ્તુ અને ફિલોસોફી બંનેનું જ્ઞાન અદ્ભુત છે. જીવનલક્ષી છે. શરદ પૂનમ આવે છે તો શું કરવાથી સકારાત્મક શક્તિ પ્રાપ્ત થાય?

જવાબ: બહેનશ્રી. ચંદ્ર એ માનવ મન સાથે જોડાયેલો છે. વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે પુનમનો ચંદ્ર સમુદ્રના મોજાને પણ અસર કરે છે. એમાં ખેંચાણ છે. આજ કારણથી જેમને માનસિક સમસ્યા છે એમને પૂનમની આસપાસના સમયમાં થોડી તકલીફ વધારે થઇ શકે. કુદરતના કોઈ પણ તત્વને સકારાત્મ રીતે પામવાની વાત આપણા શાસ્ર્તોમાં સુંદર રીતે વર્ણવી છે. શરદ પુનમનો ચંદ્ર સંબંધો અને સ્વાસ્થ્ય આપનાર છે. મીસરી, ભાત અથવા પૌંવા અને દૂધ આ બધુ જ ચંદ્ન પ્રકાશમાં મુકીને ગ્રહણ કરવામાં આવે તો એનો સકારાત્મક ફાયદો મળે છે. આ ઉપરાંત રાત્રે બાર વાગતા પહેલા ચંદ્રમાં પ્રકાશમાં બેસવાથી મનની શાંતિ મળે છે. ચંદ્ર વિશે વધુ વાત ભવિષ્યમાં જરૂર કરીશું.

સુચન: પુનમના આગળના દિવસનો ચંદ્ર પ્રકાશ પણ સંબંધો સારા કરવા માટેની ઉર્જા આપવા સક્ષમ છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)