વાસ્તુ : ત્રાસા પ્રવેશદ્વારની ઘરના ભાગ્ય પર અસર

સમાચારપત્ર ખોલીએ એટલે થાકી જવાય એટલા નકારાત્મક સમચારો જોવા મળે. આનો અર્થ એવો થાય કે સમાજ વધારે નકારાત્મક થયો છે. અથવા તો લોકોને નકારાત્મક સમચારો ગમે છે તેથી એમને ગમતું છપાય છે.  પ્રેમિકા માટે પોતાના બાળકોને દફનાવી દેવાના, માસુમો સાથે હેવાનિયત કરવાની, આડેધડ વાહનો હંકારીને કોઈને મારી નાંખવાના આ બધું આપણી સંસ્કૃતિમાં ક્યારેય ન હતું. જયારે રીલ્સ જોઇને જીવન જીવવાના નિયમો શીખવામાં આવે ત્યારે એ જ રીલ્સના ચક્કરમાં મન નકારાત્મક બની શકે. શું દેખાડો એ જ જીવન છે? સરળ ઉપાયો સાચા નથી હોતા. પણ સાચું સમજવા વાળી પ્રજા કેટલી મળશે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે.  આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દરેક કમિટી ભ્રષ્ટાચાર કરે છે. જૂની કમિટી સામે અમુક લોકો હીરોની માફક કોર્ટમાં જાય. પછી એ જીતે. અને એ વધારે મોટો ભ્રષ્ટાચાર કરે. લોકો નમાલા છે. એ માત્ર દુખી થયા કરે છે. અને અમુક લોકો તો “સસ્તે મેં નિપટ ગયા. વો તો બોલ રહ થા કી મેં ચાહતા તો ઇસ્સેભી જ્યાદા બુરા કર સકતા થા.” આવી વાહિયાત વાત કરીને રાજી થાય છે.

જવાબ: અંધેરી નગરીને સ્માર્ટ રાજા. એ નવી કહેવત હશે. મુર્ખોને વધારે મુર્ખ બનાવવાની જરૂર ન હોય. તમારી સોસાયટીનું દ્વાર ત્રાંસુ છે. આવું દ્વાર અસ્થિરતા આપે છે. આપ બુધવારે સાચા જ્ઞાની બ્રાહ્મણને સન્માન આપીને એને ગમતી ભેટ આપો. દર બેસતા મહીને ઘરની સ્ત્રીને રાજીપા લેખે થોડી રકમ આપો. ચોક્કસ રાહત મળશે.

સુચન: શિવલિંગ પર અભિષેકમાં કોઈ પણ દાળ ન વાપરી શકાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )