ભારતીય વાસ્તુ અને ભારતીયોની વિચારધારા

કોઈને દુખી કરીને સુખી થવાય એ વિચાર ભારતીય નથી. શ્વેત પ્રજા જાતજાતની તાંત્રિક વિધિ કરતી હોય એવી ફિલ્મો બનાવતી હોય ત્યારે એમની વિચારધારા સમજાય. એ વિચારમાં કોઈનું નુકશાન કરીને પોતાનો લાભ લેવાની વૃત્તિ સાફ દેખાય છે. ભારતમાં સાત્વિક ઉર્જાની વાત કરવામાં આવી છે. મંત્ર, તંત્ર, ચેતના જે માનવના ઉત્થાન સાથે જોડાયેલ છે એનો વિચાર છે. આપણી પાસે ઉર્જાના આટલા પ્રબળ સ્ત્રોત હોવા છતાં આપણે નકારાત્મક વિધિવિધાન તરફ જતા રહ્યા એ અધોપતનની નિશાની છે. સ્વની સમજણ ન હોય ત્યારે જ આવા ઉપચારની જરૂર પડે. સતત કોઈનું નુકશાન કરવાની વૃત્તિથી કર્મ જાગૃત થાય ત્યારે જે તે વ્યક્તિનો અંત ભયાનક જ હોય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: અમે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં મોટાભાગના લોકો ગુજરાતના નથી. અન્ય રાજ્યમાંથી ધંધાર્થે કે પછી નોકરી માટે એ આવ્યા છે. એ લોકો રહે છે એનો વાંધો નથી પણ એમના વિચારો અત્યંત ભયાનક છે. નવરાત્રીમાં એ લોકો પૈસા લઈને પ્રસાદ આપે છે અને એમના તહેવાર હોય ત્યારે સોસાયટીના પૈસે જમણવાર કરે છે. ગાયત્રી યજ્ઞ કે શિવ પૂજા હોય તો ધમાલ કરે, બંધ કરાવવા પ્રયાસ કરે અને એમની તાંત્રિક વિધિઓ સોસાયટીના ખર્ચે કરે. શ્રાદ્ધમાં વાસ નાખવા પર પ્રતિબંધ છે. પણ પિતૃદોષની વિધિ જાહેરમાં થઇ શકે.

વાત અહી અટકતી નથી. વડસાવિત્રી પૂનમ એટલે ગુજરાતમાં સૌભાગ્વતી સ્ત્રી માટેનું અગત્યનું વ્રત ગણાય. એ દિવસે કીટીમાં દારૂની પાર્ટી અને સ્ટ્રીપ માટે કોઈ છોકરાને બોલાવીને ગુજ્જુ તો બેકવર્ડ હોતે હે કહીને ગુજરાતી બહેનોનું વ્રત પણ અટકાવ્યું. ફોરવર્ડ થવા જતા આપણી સ્ત્રીઓ સંસ્કાર ચુકી રહી છે. એ લોકો ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતા હોવા છતાં આપણી સાથે હિન્દીમાં જ વાત કરે. આતો સારું છે કે અમે આવ્યા, બાકી ગુજરાતીઓ તો ભૂખે મારી જાત. જેવું કહીને નીચા દેખાડે. વાત વાતમાં ગુજરાત તો સંસ્કાર વિનાનું સ્ટેટ છે એવું કહે. એક વખત હિંમત કરીને મેં કહ્યું, કે ન ફાવતું હોય તો પાછા જતા રહો. બસ, પછી અમારા પરિવાર પર જાતજાતની તાંત્રિક વિધિ શરુ કરી છે. રસ્તા પર જતા હોઈએ અને માથા પર કશુક નાખી દે, ઘરની બહાર મરેલા જાનવરો નાખી જાય. શું ગુજરાતમાં રહીને ગુજરાતી રહેવું એ ગુનો છે? જો આ લોકો મહારાષ્ટ્રમાં હોત તો? વાંક આપણા લોકોનો પણ છે. એ લોકો આપણને નીચા દેખાડે છે અને આપણે એમનાથી પ્રભાવિત થઇ જઈએ છીએ.

શું આવી વિધિથી નુકશાન ન થાય એના માટે ભારતીય વાસ્તુમાં કોઈ ઉપાય છે?

જવાબ: અન્ય રાજ્યમાંથી આવાનાર વ્યક્તિ ગુજરાતમાં કમાવા માટે આવે છે. એમના માટે આ જગ્યા લાગણી ઉભી કરવા માટે નથી. એમને એમની જગ્યા જ વ્હાલી લાગવાની. તમે એમને જે જવાબ આપ્યો એ યોગ્ય છે. પણ તમારા જેવી હિંમત કેટલા લોકો કરશે? કોઈ વારંવાર અપમાન કરે તો એને એની જગ્યા બતાવવી જરૂરી હોય છે. ભારત દેશ બધાનો છે. પણ એમાં કોઈ એક રાજ્યના લોકો અન્ય રાજ્યના લોકોનું અપમાન કરે તે યોગ્ય ન જ ગણાય. વળી ગુજરાતમાંથી આપણા પ્રધાનમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી આપણા દેશને મળ્યા છે. એ વાત એ લોકો કેમ ભૂલી જાય છે? અને એમના ગુજરાતના કાર્યકાળમાં જ આવા લોકો ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં તક વધારે છે. પણ એ વાત એ લોકોને સમજાવવી અઘરી છે. પોતાના રાજ્યમાં અપમાનજનક સ્થિતિમાં જીવવું એ દુખદ ઘટના છે. એના માટે બધા ગુજરાતીઓએ વિચારવું પડશે.

જે સ્ત્રી ગુજરાતમાં સંસ્કૃતિ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરે છે એ કદાચ પોતાના રાજ્યમાં લાજ કાઢીને પણ ફરતી  હોય. કારણ કે એનો સમાજ ત્યાં છે. એમની દેખાદેખીમાં આપણે આપણા નિયમો ન જ છોડાય. તાંત્રિક વિધિ કરતા મંત્રની શક્તિ હમેશા વધારે જ રહી છે. ભારતીય નિયમોથી એ નકારાત્મક શક્તિની અસરમાંથી ચોક્કસ બહાર નીકળી શકાય છે.

સુચન: ભારતીય વાસ્તુમાં ઉત્તરભારતીય અને દક્ષિણભારતીય વિચારો અમુક જગ્યાએ અલગ પડે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)