આ સપ્તાહના દિવસમાં થોડો ઉત્સાહ જોવા મળે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને ફયાદાજંક કામ સંભવિત છે,શેર બજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ સંભવિત છે. સ્પર્ત્ધાત્મક પરીક્ષાઆપનાર વર્ગને નવીન જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મ વળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે વડીલ વર્ગ સામાજિક કામ કરવા વધુ ઉત્સાહી બને. યુવાવર્ગ માટે મિત્રોકે પરિચિત થકી કોઈ લાભની વાત જાણવા મળે અને તેમાં તક ઝડપવા માટે આતુરતા જાગે તેવા સંજોગો સંભવિત છે.
સગા સ્નેહી, જુના પરિચિત સાથે હરવા ફરવાના યોગ છે, આરોગ્ય બાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કળા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રાકે જાત્રામાં સુખદ અનુભવ થઇ શકે છે યુવાવર્ગને પોતાના અંગત કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે તેવી સંભાવના રહેલી છે.
નાન કે મોટી મુસાફરીના યોગ છે, મુસાફર દરમિયાન નવીન ઓળખાણ પણ સંભવિત બની શકે છે, વડીલ વર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજના ફળ મીઠા મળી શકે, શેરબજાર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાં જ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામ કરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ માટે થોડો આરામ સાથે આરોગ્યમાં ધ્યાન આપવું યોગ્ય છે. લગ્નબાબતની વાર્તાલાપ દરમિયાનમાં ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સાથેજ આગળ વધવું સલાહ ભર્યું છે.
લોકોમાં તમારો અલગ નીખર જોવા મળશે, કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/ મર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરી થી ધર્યા કામ થાય તેવી સંભાવના વધુ છે ઇમ્પોર્ટ/એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે એવી સંભાવના રહેલી છે. શેર અને કોમોડીટી બજારમાં કામ કરનાર માટે ક્યાંક નસીબ સાથ આપે અને ક્યાંક ખોટા નિર્ણયથી બચાવનો રસ્તો સુઝે તેવું બની શકે, વડીલવર્ગને ભૂતકાળના કોઈ કામની વાતો વાગોળવા થી સમય સારો પસાર થઈ શકે છે. યુવાવર્ગને પસંદગીના કામકાજમાં સફળતા મળી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિકકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મન ગમતી વાત સંભાળવા મળે તેવી પણ સંભાવના છે. સરકારી/રાજકીય ક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગ ક્ષેત્ર/મેડીકલ ક્ષેત્રમાં જુના સંપર્ક વાળા કામ કરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ સંભવિત છે. શેર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને કામકાજમાં ઉદ્વેગ અને ધીરજનો અભાવ વર્તાય તેવું સંભવિત છે, વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામાં કોઈ ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.વિવાહની વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
આ સપ્તાહના દિવસોમાં નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે, ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણી વિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે. પાવર/ગેસ/કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામ કરનારે જોખમથી દુર રેહવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ કામકાજમાં ગફલતના થાય તેનું ધ્યાન રાખવું. વડીલવર્ગ સ્વાથ્ય અંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રેહવાની સલાહ છે. કોઈની પણ ઉશ્કેરી જનક વાતમાં આવીને ગેરવર્તણુકના થાય તેનુ ધ્યાન રાખવું અને સંબંધમાં મર્યાદા જળવાય તેનું ધ્યાન રાખવું.
આ સપ્તાહમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, આરામ કે આળસ વૃતિ જોવા મળે મિલનમુલાકાત આનંદદાયી રહે, હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીન તક દેખાય તેવું સંભવિત છે, શેર/કોમોડીટી બજાર સાથે કામ કરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવું સારું,કોઈના સામાજિક પ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂની ઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે તેવું પણ સંભવિત બની શકે છે. અવિવાહિત વર્ગ માટે ક્યાય લગ્ન માટેની વાતચીત થાય કે જૂની વાત આગળ વધે તેવા સંજોગો પણ સંભવિત છે.
સપ્તાહ દરમિયાન તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળે, કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે. જૂની યાદ અચાનક તાજી થાય. બાંધકામ/સરકારી/ રાજકીય ક્ષેત્રમાં કામ કરનાર માટે વધુ મહેનત થાય તેવા સંજોગ બને. શેર/કોમોડીટી બજારમાં કામ કરનારને થાકની અને આળસની વધુ અસર જોવા મળે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતા ના સંજોગ સંભવિત છે, વડીલ વર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરી લેવામાજ શાણપણ રહેલું છે. પ્રિયજન સાથે ખરીદી કે મુસાફરીની પણ શક્યતા રહેલી છે.
મુસાફરી દરમિયાન બહુ જૂની ઓળખાણ તાજી થાય તેવું સંભવિત બને, નજીકના સગા કે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી. ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું,માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ સંભાવિત બની શકે છે, નોકરી કરનાર વર્ગ માટે ઓછું બોલવું અને વધુ સંભાળવું જેવી વૃત્તિ સલાહ ભરી છે, શેર/કોમોડીટી બજારમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીય પક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. મનની લાગણી ખુશ થાય તેવી વાતકે વ્યક્તિને મળવાના યોગ પણ સંભવિત છે.
થોડી માનસિક અશાંતિ રહે, મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, વાહનવ્યવહાર/કુરિયર/દુરઅંતરની રોજની અપ ડાઉન નોકરી કરનાર વર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામકરનાર માટે સાથી કર્મચારી કે જુના સંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે. શેર/કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું વડીલ વર્ગ માટે વધુ ભક્તિ સારી કહી શકાય., યુવાવર્ગ માટે કામકાજમા અનુભવનો અભાવ વર્તાતો હોય તેવી લાગણી ઉભી થવાની બાબત પણ બને.
ધાર્મિક સ્થળની મુલાકાત સંભવિત બને, સંતાન સાથે વાર્તાલાપ કે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું સંભવિત છે, માર્કેટિંગમાં ધાર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય. રોજબરોજનું કામ કરનાર કે ખાનગી પેઢીમાં કામ કરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે. સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર /કોમોડીટી બજારમાં નાનું કામ કાજ ઇચ્છનીય છે, વડીલવર્ગ માટે થાક લાગવાની અસર વધુ થાય. લગ્ન બાબતની વાર્તાલાપ કે મિલનમુલાકાતમાં શાંતિ અને વાણી સયમ રાખવો જરૂરી છે.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુના અટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્ત લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો.,પ્રિયજન સાથે જુના સ્મરણો તાજા થાય તેવું ક્યાંક સંભવિત બની શકે છે.