દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાન દુર્ઘટના સામે આવી છે. કેનેડિયન એરલાઈન્સનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિની તાત્કાલિક કોઈ માહિતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PAL એરલાઇન્સનું આ પ્લેન (AC2259) સેન્ટ જોન્સથી ટેકઓફ થયું હતું. હેલિફેક્સ એરપોર્ટ પર ઉતર્યા બાદ રનવે પરથી સરકી ગયું.
લેન્ડિંગ ગિયર તૂટવાને કારણે તેમાં આગ લાગી હતી. અકસ્માત બાદ એરપોર્ટ હાલ બંધ છે. આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે, બચાવી લેવાયેલા એક મુસાફરે કહ્યું કે પ્લેન સંપૂર્ણ રીતે ભરેલું હતું. આ પ્લેનમાં 80 મુસાફરો બેસી શકે છે, કેનેડામાં આ પ્લેન દુર્ઘટના દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાના થોડા કલાકો બાદ જ બની હતી. દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 179 લોકોના મોત થયા હતા.
દક્ષિણ કોરિયાના મુઆનમાં પ્લેન ક્રેશ
દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 179 લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકો બચી ગયા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં 6 ક્રૂ અને 175 મુસાફરો સવાર હતા. જેજુ એરલાઈન્સનું આ વિમાન બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું.