ચહલ-ધનશ્રી પછી, વધુ એક ભારતીય ક્રિકેટરના સંબંધોમાં તિરાડ!

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના છૂટાછેડાના ઘણા અહેવાલો આવી રહ્યા છે. મોહમ્મદ શમીના છૂટાછેડા થયા, પછી શિખર ધવન પણ પત્નીથી અલગ થઈ ગયો. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થયા હતા. હવે છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, વધુ એક ભારતીય ક્રિકેટરના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ક્રિકેટર મનીષ પાંડે સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી રહી છે. મનીષ પાંડે અને તેની પત્ની અર્શિતા શેટ્ટી વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના ફોટા ડિલીટ કરી દીધા છે.

તાજેતરના અહેવાલો અનુસાર, મનીષ પાંડે અને અર્શિતા બંનેએ સોશિયલ મીડિયા પરથી તેમના લગ્નના ફોટા ડિલીટ કરી દીધા છે. અર્શિતા અને મનીષએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. ભલે મનીષ પાંડે સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પણ તે તેની પત્ની સાથે ઘણી તસવીરો શેર કરતો હતો. જોકે, હવે તેણે તે ફોટા ડિલીટ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. જોકે બંનેએ હજુ સુધી તેમના અલગ થવાની જાહેરાત કરી નથી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ છૂટાછેડાને અફવા ગણાવી નથી. બંનેએ હાવભાવ દ્વારા જવાબ આપ્યો છે. તાજેતરમાં ચહલ પણ નશામાં જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.