અમદાવાદ: વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને We are all Humen (WAAH) ફાઉન્ડેશન બંન્નેએ સાથે મળીને વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થઈ રહેલા નવા સંશોધનનો ઉપયોગ સામાજિક લાભ માટે થાય તે હેતુથી બંન્ને સંસ્થાએ સાથે મળીને બે મુખ્ય પહેલ હાથ ધરી છે. એક તો શાળા-સ્તરના WAAH સમુદાય વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના (STEM લેબ્સ) અને બીજું WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ કે જેમાં વિજ્ઞાન માટે કામ કરતાં વ્યક્તિઓને ઓળખવા અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિવિધ સામાજિક પડકારોને ઉકેલવાના હેતુથી કામ કરી રહેલાં લોકોને તેમના નવીન કાર્ય માટે અહીં બિરદાવવામાં આવે છે.આ સંયુક્ત સહયોગના ભાગરૂપે, VASCSC અને WAAH ફાઉન્ડેશને WAAH સાયન્સ લોરિએટ્સ એવોર્ડ 2024 કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે 3જી જાન્યુઆરી, 2025ના રોજ CEE ખાતે ખાસ સમારોહ યોજાયો હતો.
આ વર્ષે, પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા. સિનિયર લોરિએટ (નોમિની) 25 વર્ષ અને તેથી વધુ ઉંમરના), યંગ લોરિએટ (19 અને 24 વર્ષની વચ્ચેના નામાંકિત), જુનિયર લોરિએટ (14 અને 18 વર્ષની વચ્ચેના નામાંકિત).