અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં શહેર પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 26મી એપ્રિલે યોજાનારા મતદાન બાદ તમામ મતપેટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંને નિયત કેન્દ્રો પર લાવવામાં આવશે, જ્યાં 28 એપ્રિલે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે પોલીસે ‘થ્રી-લેયર’ સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. જી.એસ. મલિકે વિગતો આપતા જણાવ્યું કે, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં શહેરના 27 વોર્ડની મતગણતરી થશે, જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડના મતો ગણવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડીઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. જે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સજ્જ છે.

મતદાનના દિવસે શહેરભરમાં અંદાજે 8,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શહેરમાં અવરજવર કરતા મહાનુભાવો અને VVIP સુરક્ષા માટે અલગથી 2500 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે હંમેશા મોટો પડકાર રહ્યો છે, પરંતુ આ વખતે ટેકનોલોજી અને સીસીટીવી સર્વેલન્સના સમન્વય સાથે અભેદ કિલ્લા જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક પહેરો રાખવાની સૂચના પણ કમિશનર દ્વારા આપવામાં આવી છે, જેથી જનતાના મતોની વિશ્વસનીયતા જળવાઈ રહે.