ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝ 2-1થી જીતી…

ઈંગ્લેન્ડે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં હરાવી દીધું છે. 3-મેચની સિરીઝ એણે 2-1થી જીતી લીધી છે. 8 સપ્ટેમ્બર, મંગળવારે રમાઈ ગયેલી ત્રીજી અને આખરી મેચ જોકે ઓસ્ટ્રેલિયા પાંચ-વિકેટથી જીતી ગયું હતું, પણ પહેલી બે મેચમાં જીત મેળવીને ઈંગ્લેન્ડે સિરીઝ પોતાના કબજામાં કરી લીધી હતી. પહેલી બે મેચમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન ઓઈન મોર્ગન હતો, ત્રીજી મેચમાં મોઈન અલીએ સુકાન સંભાળ્યું હતું. ઈંગ્લેન્ડે ત્રીજી મેચમાં 20 ઓવરમાં 6-વિકેટે 145 રન કર્યા હતા. આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે 19.3 બોલમાં પાંચ વિકેટે 146 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શ (39)ને પ્લેયર ઓફ ધ મેચ અને ઈંગ્લેન્ડના જોસ બટલરને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરાયો હતો. ઉપરની તસવીરમાં મોઈન અલી (ડાબે) અને ઓઈન મોર્ગન વિજેતા ટ્રોફી સાથે છે.