નવી દિલ્હીઃ વર્ષ 2024 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ બનાવશે, આ વર્ષે 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સરેરાશ તાપમાનવાળું પહેલું વર્ષ હશે. એ સાથે નવેમ્બર,2024 બીજો સૌથી ગરમ (નવેમ્બર 2023 પછી) બની ગયો છે. આ મહિને ગ્લોબલ વોર્મિંગ પણ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને તાપમાન ઓદ્યૌગિક સ્તરથી 1.62 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું, એમ યુરોપીય જળવાયુ એજન્સી કોપરનિક્સે કહ્યું હતું.
એજન્સીએ કહ્યું હતું કે છેલ્લા 17 મહિનામાં 16 મહિના દરમ્યાન તાપમાન ઓદૌયગિર સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હોય. ભારતીય હવામાન વિભાગ અનુસાર 1901 પછી સૌથી બીજો ગરમ મહિનો નવેમ્બર રહ્યો હતો, જેનું મહત્તમ તાપમાન 29.37 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્યથી 0.62 ડિગ્રી વધુ છે. અત્યાર સુધીના વર્ષ ( જાન્યુઆરીથી નવેમ્બર) માટે વૈશ્વિક સરેરાશ તાપમાન વર્ષ 1991-2022ની સરેરાશથી 0.72 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જે આ ગાળા માટે રેકોર્ડ મહત્તમ છે અને 2023માં આ સમયગાળાની તુલનામાં 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે.
એજન્સીએ કહ્યું હતું કે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ હશે અને 1.5 ડિગ્રી સેલ્સિયસથી ગરમવાળું પહેલું કેલેન્ડર વર્ષ હશે. એનો અર્થ થયો કે પેરિસ સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પણ મહત્ત્વાકાંક્ષી જળવાયુ કાર્યવાહી કરવાની તત્કાળ જરૂર છે. નવેમ્બર 2024 માટે સમુદ્રની સપાટીનું તાપમાન 20.58 ડિગ્રી સેલ્સિયસની સાથે મહિનાનો રેકોર્ડમાં બીજું સૌથી વધુ તાપમાન રહ્યું હતું, જે નવેમ્બર, 2023ના રેકોર્ડથી માત્ર 0.13 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.