કોઈ પણ પ્રજાતિમાં બાળકની તુલનાએ અન્ય કંઈ પણ વહાલુ ન હોઈ શકે નહીં, જ્યારે કોઈ વ્યક્તિના બાળકનું મોત એનાથી વધુ કશું ખરાબ હોઈ શકે નહીં. જીવનની બરબાદી- એક નિર્દોષ પર ક્રૂરતા આપણા વ્યક્તિત્વને હલબલાવી નાખે છે. જોકે આ જ સંવેદનશીલતા અથવા તો સિદ્ધાંત આપણે અન્યનાં બાળકો પર નથી અનુભવતા. આ કોવિડના સમયગાળામાં જ્યારે લોકો સ્વાર્થી અને ઓછા સહિષ્ણુ થઈ ગયા છે. એટલા માટે કેટલાંય નવજાત ગલૂડિયા અને બિલાડીનાંમ બચ્ચાને કોથળામાં ભરીને ગટરો, તળાવો અને કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યાં હતાં. ફરક માત્ર એટલો જ છે કે જ્યારે પણ કચરો ગાયબ થઈ ગયો ત્યારે એનિમલ વેલફેર લોકોએ એની શોધ આદરી અને પોલીસમાં ફરિયાદ પણ કરી.
સૂવરનાં નાનાં બચ્ચાંઓ એક લોકપ્રિય ડિશ
આવા લોકો છે જે બચ્ચાંઓને ખાઈને સેલિબ્રેટ કરે છે. સૂવર મનુષ્યોની જેમ બુદ્ધિમાન હોય છે અને આનુવંશિક રીતે (જિનેટિકલી રીતે) બચ્ચાઓની નજીક હોય છે, પણ પોતાની માતાનું દૂધ પીતાં આ બચ્ચાંઓને બેથી છ સપ્તાહની ઉંમરે મારી કાઢવામાં આવે છે અને વાર-તહેવાર-પ્રસંગોએ ખાવામાં આવે છે. એટલે કે લગ્નપ્રસંગે કે પછી બાળકનો પહેલો મહિનો પૂરો થતાં પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં સૂવરનાં નાનાં બચ્ચાંઓ એક લોકપ્રિય ડિશ છે. કોચોન ડે લેટ ફેસ્ટિવલ પ્રતિ વર્ષ લુઇસાનામાં આયોજિત કરવામાં આવે છે, જ્યાં નાનાં સૂવરોને જીવતા જ ભૂંજવામાં આવે છે. આ નાનાં બચ્ચાંઓને કેવી રીતે મારવામાં આવે છે? કેમ કે જે ભક્ષક છે- તેઓ એનું માથું જોવા ઇચ્છે છે અને સાથે સૂવરોને મારવામાં આવે છે, જે એમની માની સામે નાનાં બચ્ચાઓને મારવામાં આવે છે- તેઓ એને એક દીવાલ પર ફેંકીને એમને મારવામાં આવે છે.
આ માંસ સફેદ હોય છે અને સંપૂર્ણ રીતે બેસ્વાદ
વીલ (veal) શબ્દનો અર્થ થાય છે કે બેબી કાઉ. વીલના કેટલાય પ્રકાર છે. એક બોબ વીલ છે, જ્યાં વાછરડાને એના જન્મના બે કલાકથી બે દિવસ સુધી ખવડાવ્યા વગર અથવા પાણી પણ પીવડાવ્યા વગર એનો વધ કરવામાં આવે છે. આ માંસ સફેદ હોય છે અને સંપૂર્ણ રીતે બેસ્વાદ હોય છે.
એક અન્ય પ્રકાર છે સ્લિન્ક વીલ જે અજન્મેલા અથવા સમય પહેલાં (કૃત્રિમ રીતે) એ સ્ટિલબોર્ન વાછરડાંથી આવે છે. એ પ્રતિબંધિત છે, પણ એ પણ ચામડી અને માંસ માટે વેચવામાં આવે છે. વિશ્વઆખામાં વીલને વેચવામાં આવે છે અને સૌથી બીમાર લોકોમાં એ સૌથી સ્વાદિષ્ટ ડિશ છે. જન્મના સમયે નર બચ્ચાંને માતાથી અલગ કરી દેવામાં આવે છે. એ પછી એને એવી રીતે સખતાથી ટાઇટ બાંધી દેવામાં આવે છે, જ્યાં એ હલનચલન પણ નથી કરી શકતું. બચ્ચાંને કોઈ નક્કર ફૂડ પણ આપવામાં નથી આવતું. બસ આર્ટિફિશિયલ કેમિકલ્સયુક્ત મિશ્રણ (કૃત્રિમ દૂધ) જે એને 18-22 સપ્તાહ સુધી જીવિત રાખે છે. એનું માંસ બધાં ખનિજતત્વોથી અને નક્કર ભોજનથી પીળું અને નરમ રહે છે. એ ટોકરીમાંના વાછરડાંઓને હરવાફરવા, બહુ ઓછું ચાલવાની, દોડવાની, રમવાની અથવા અન્ય પ્રાણીઓની સાથે ઊછળકૂદ કરવાની મંજૂરી નથી આપવામાં આવતી. તેઓ આરામથી ઊંઘી પણ નથી શકતાં અથવા એમની જાત ખુદને સ્વચ્છ પણ નથી કરી શકતાં. યુટ્યુબ પર એક વિડિયો કેનેડાના એક મુખ્ય વીલ સપ્લાયરનો શ્રમિકોનો દેખાડે છે કે કોઈ પણ વેટરનરી કેર વગર ખુલ્લાં જખમોથી પીડિત બચ્ચાં વાછરડાં અને બચ્ચાંઓની મારઝૂડ કરવામાં આવે છે.
સ્ક્વિડ્સ સમુદ્રના ટ્યુબલર બહુ સશસ્ત્ર હોશિયાર પ્રાણી છે. ગર્ભવતી સ્ક્વિડ માતાઓ પાણીમાં ડૂબકીઓ લગાવે છે, જ્યાં તેઓ ઊંડા પાણીમાં રહે છે. એ મોટી બેગમાં નવ મહિના ઈંડાંને પોષે છે, જેમાંથી બચ્ચાઓનો વિકાસ થાય છે, એમનું પાલનપોષણ માટે વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે. બેબી સ્ક્વિડને એ લોકો દ્વારા એકત્ર કરવામાં આવે છે અને ઇટાલિયન અઇથવા સ્પેન પન્ટિલિટાસમાં કેલામારી ડિશિસ બનાવવામાં આવે છે. બૈટરર્ડ અને ફ્રાઇડ બેબી સ્ક્વિડ્સ પન્ટિલિટાસ છે. આ સ્ક્વિડમાં કેલામેર્સ અથવા ચિપિરોન્સ એન સુ ટિન્ટા- એક કાળા સ્ટુ જેવી ડિશ, જેમાં સ્ક્વિડ માંસ બહુ નરમ હોય છે અને એની સાથે એક મોટો કાળો સોસ હોય છે, જે મોટા ભાગે ડુંગળી, ટામેટાં અને સ્ક્વિડની સાથે બનાવવામાં આવે છે અને એની મામાંથી સ્ક્વિડ ઇન્ક બનાવવામાં આવે છે.
સૌથી દુખદ માની વાર્તા ઓક્ટોપસની માની છે. એ 4-5 મહિના સુધી ગર્ભવતી રહે છે. પછી એક મહિનામાં એક વાર ઈંડાને પાણીની બહાર કાઢવાનું શરૂ કરી દે છે. તેઓ એને બ્રેઇડ્સમાં લટકાવી દે છે- જેમ કે બીડનો પડદો હોય, પછી એ ગુફામાં પાછી જતી રહે છે અને એમને લટકાવી દે છે. એ પોતાનાં બચ્ચાંની સુરક્ષા માટે મહિનાઓ સુધી પહેરો રાખે છે અને સતત પોતાના બાજુ લહેરાવીને એ ચોકસાઈ કરે છે કે એની પર કંઈ હાનિકારક કંઈ બેઠું તો નથી. એ સંભવિત શિકારીઓથી લડતી રહે છે, જેથી એને ઈંડાંઓથી દૂર રાખી શકે- છ મહિના સુધી.
56,000 બચ્ચાંઓમાંથી માત્ર બે બચ્ચાં પુખ્ત વયનાં બને
એ કંઈ ખાતી નથી, જ્યાં સુધી બચ્ચાં બહાર ના આવે. ત્યાં સુધી એ મોતના મોઢામાં જતી રહે છે. એ છેલ્લા શ્વાસ સાથે પોતાનાં બચ્ચાંઓને ખુલ્લા પાણીમાં ઉડાવી દે છે. એક વાર જ્યારે એ ચાલ્યાં જાય પછી એ મરી જાય છે. એ પછી એમનાં બચ્ચાંને લઈ લેવામાં આવે છે અને એમને મારી નાખવામાં આવે છે. એને સોસમાં ડુબાડીને અને કોકટેલમાં સ્નેક્સના રૂપે ખાવામાં આવે છે. 56,000 બચ્ચાંઓમાંથી માત્ર બે બચ્ચાં પુખ્ત વયનાં બને છે.
બેબી ઇલ- પૃથ્વી પર સૌથી રહસ્યમય જીવ છે, જે માત્ર સરગાસો સમુદ્રમાં પેદા થાય છે અને હજ્જારો માઇલના અંતરે યુરોપ સુધી પહોંચે છે. જ્યાં એને પારદર્શી કાચની ઇલમાં બદલવામાં આવે છે. બે બ્રુક અને નદીઓને પીળી ઈલના ત્રીજા અવતારમાં બદલવા માટે પ્રવાસ કરે છે. આ ઈલ 200 વર્ષ સુધી જીવિત રહે છે, પણ એને રહેવા દેવામાં આવે તો.
પણ લોકો બચ્ચાંને પકડીને ખાય છે અને હવે ઈલ બહુ ઝડપથી ઘટી રહી છે. તમારા બાળકો કદાચ એને ક્યારેય જોઈ નહીં શકે.
આ એક સ્પેશિયલ ડિશ છે, જેની ઉત્ત્પત્તિ સ્પેનમાં થઈ છે- જે દેશનું નામ સસલું (રેબિટ) છે. અહીં Noisettes de lapereau sauce cacao”નો અર્થ ચોકલેટ સોસમાં પકવવામાં આવેલાં સસલાં થાય છે. ચીનમાં નાનાં ઉંદર દારૂમાં ડુબાડવામાં આવે છે અને એક વર્ષ એમને ત્યા જ ડુબાડી રાખવામાં આવે છે. પછી એ દારૂને હેલ્થ ટોનિકના રૂપે વેચવામાં આવે છે.
હિટલરનું ફેવરિટ ફૂડ સ્ક્વોબ
હિટલરનું ફેવરિટ ફૂડ સ્ક્વોબ હતું. કબૂતરનાં બચ્ચાં. એક કબૂતરની ઉંમર આશરે છ વર્ષની હોય છે અને એ ઝુંડમાં રહેનાર પક્ષી છે. એ એનાં બચ્ચાંને પુખ્ત વયનું ના થાય ત્યાં સુધી ખવડાવે છે. સ્કવોબ આશરે એક મહિના સુધી ઊડી નથી શકતાં. એ પછી એનું ગળું મરડવામાં આવે અને નાના વાસણમાં પકવવામાં આવે છે સ્કવોબ માંસની ઉત્ત્પત્તિ રોમન કૂકમાં થાય છે અને એ કેટલાય દેશોમાં ભોજનનો એક ભાગ હોય છે. ઘેટાં અથવા બકરીના બચ્ચું એક સામાન્ય વાનગી છે. સ્વીટબ્રેડ એ બકરીના ગળા, ડોક અથવા પેનક્રિયાસું એક નામ છે. સ્વીટબ્રેડ આ બચ્ચાંની જીભ અથવા ટેસ્ટિકલ્સ (અંડકોષ) પણ હોઈ શકે. એ વીલની જીભને એક ડિશમાં રશિયન સલાડમાં નાખવામાં આવે છે. જાપાનમાં વાછરડાંની જીભની ડિશને Gyutan કહેવામાં આવે છે. સ્પાઇનલ મેરો વાછરડાંનાં હાડકાંમાંથી લેવામાં આવે છે અને એમનાં પગનો ઉપયોગ સૂપ બનાવવામાં થાય છેય ઘેટાના બચ્ચાની કિડની અને લિવર ખાસ કરીને સ્વાદિષ્ટ હોય છે. ઘણાં વર્ષો પહેલાં મેં અમૂલની મારિસકીની સફલ માટે જાહેરાત એક દાહબેરાત કરી હતી. મેં બકરીના બચ્ચાંને મારી બાંહોમાં પકડ્યું હતું, ત્યારે અન્ય મેમણાં મારાથી દૂર જતા રહ્યા. એનો શૂટિંગ પછી એના એનો વધ કરવા માટે જતા હતા અને જાહેરાતની ચુકવણીના ભાગ રૂપે મેં આખું ઝુંડ લઈ લીધું (બાકકીનું પેમેન્ટ મારી હોસ્પિટલમાં ગાયોને ખવડાવવા માટે એક વર્ષનો પુરવઠો લીધો હતો). એક તુર્કી 10 વર્ષ રહે છે, પણ માત્ર આઠ સપ્તાહની ઉંમરે બચ્ચાં ડિનરમાં હોય છે. નાનાં બચ્ચાં બતકનાં તેમની મીઠી યલો ફઝી ફર પણ ખાવા માટે ઉપયોગમાં લેવા છે. આપણે શું કરી રહ્યા છીએ- આપણે અન્ય જીવોનાં બચ્ચાંઓને પણ ખાવા માટે નથી છોડી રહ્યા.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)
