અમદાવાદ– અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવને નવું સ્વરુપ આપ્યા પછી કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે. વર્ષના અંતે ઉજવાતા કાંકરિયા કાર્નિવલને દસ વર્ષ થયા. આખા વર્ષમાં કાંકરિયા તળાવની મુલાકાતની ફી વસુલવામાં આવે છે, પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર નાગરિકો તળાવ ફરતે યોજાતા કાર્નિવલને નિઃશુલ્ક માણી શકે છે. આ વર્ષ અમદાવાદ શહેર માટે ખુબ જ મહત્વનું રહ્યું હેરિટેજ સિટી તરીકે દરજ્જો…
દેશ વિદેશમાં અમદાવાદ શહેર છવાઇ ગયું. આ વખતના કાંકરિયા કાર્નિવલમાં તળાવને ફરતે જુદી જુદી ઐતિહાસિક ધરોહરની પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. સાથે દિવસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજે લાઇટ એન્ડ સાઉન્ડનો લેસર શો રજૂ કરવામાં આવે છે, જેમાં અમદાવાદનું ઐતિહાસિક મહત્વ રજૂ કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રના કળાકારોના સ્ટેજ શો કાર્નિવલમાં રજૂ થાય છે. સાથે આતશબાજીની જગ્યા એ હવે એક અદભૂત લાઇટીંગ શો રજૂ કરવામાં આવે છે. કાંકરિયા ફરતે ઉજવાતાં કાર્નિવલ દરમિયાન તળાવ-વૃક્ષોની સુંદરતા રોશનીના ઝળહળાટથી વધી જાય છે.
બટરફ્લાય પાર્ક, પ્રાણી સંગ્રહાલય-નવું નિશાચર પ્રાણીઓ માટેની જગ્યા, બાલવાટિકામાં જુદા જુદા કળાકારોને માણવા અને કાંકરિયા કાર્નિવલમાં હજારો લોકો સાક્ષી બને છે.
અહેવાલ અને વિડિયોગ્રાફી-પ્રજ્ઞેશ વ્યાસ