આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: મહિલાઓની સુરક્ષા આજના સમયમાં મહત્વનો મુદ્દો બની ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓની છેડતી અને અપરાધની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં મહિલાઓ માટે એકલા ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. અહીં અમે તમને ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ એવી કેટલીક એપ અંગે જણાવી રહ્યા છીએ જે ઈમરજન્સીની સ્થિતિમાં મહિલાઓ માટે ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.
Safetypin App: આ એપ ખાસ મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવી છે. આ એપમાં યુઝરને જીપીએસ ટ્રેકિંગ, ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર અને સેફ લોકેશન જેવી સુવિધાઓ મળે છે. આ સિવાય વપરાશકર્તાઓ આ એપ્લિકેશનમાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્થળો વિશેની માહિતી મેળવી શકે છે. આ એપ્લિકેશન અંગ્રેજી અને હિન્દી ભાષા સપોર્ટ કરે છે.
Himmat Plus App: દિલ્હી પોલીસે આ એપ ખાસ કરીને મહિલાઓ માટે રજૂ કરી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાએ પહેલા દિલ્હી પોલીસ સાઇટની મુલાકાત લેવી અને પોતાની નોંધણી કરાવવી જરૂરી છે. આ એપ્લિકેશનમાં યુઝરને એસઓએસ બટનની સુવિધા મળશે, જેથી ઈમરજન્સીની સ્થિતિમાં યુઝરનું લોકેશન, ઓડિયો અને વીડિયો સીધા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે.
Women Safety App: આ એપની ખાસિયત એ છે કે, કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં યુઝર્સનો 45 સેકન્ડનો ઓડિયો મેસેજ, વીડિયો અને લોકેશન ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પર મોકલી શકે છે.
Shake To Safety App: મહિલાઓની સુરક્ષા માટે આ એપ્લિકેશન ખૂબ જ અસરકારક છે. આમાં, ફક્ત ફોન હલાવીને (સેક) અથવા પાવર બટનને ચાર વખત દબાવીને પહેલેથી નક્કી કરેલા નંબરો પર સંદેશ મોકલી શકાય છે. આ એપની વિશેષતા એ છે કે જો તમે ઈચ્છો તો તમે ફોન સેક કરીને મેસેજ મોકલવાની સુવિધા બંધ પણ કરી શકો છો.
Bsafe App: મહિલાઓ આ એપ્લિકેશનનો ઉપયોગ તેમની સુરક્ષા માટે કરી શકે છે. આમાં, તમને એસઓએસ અને લોકેશન શેરિંગ જેવી સુવિધાઓ મળશે, જેથી તમે ઈમરજન્સીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી છે અને તે 16 એમબીની છે.
આ ઉપરાંત મહિલાઓ તેમની સેફ્ટી માટે જે તે રાજ્યના કે જિલ્લાના ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ પોતાના ફોનમાં સેવ કરી શકે છે જેથી જરૂરીયાત પડે ત્યારે કામ લાગી શકે.