વાળની સંભાળ લેવામાં સમસ્યા નડે છે? તમારી હેરસ્ટાઈલ બનવાનો આધાર તમે તમારા વાળને ધોવા માટે શેનો ઉપયોગ કરો છો એની પર રહે છે. સુંદર વાળ પામવા માટેનું પહેલું કદમ છે તમારા વાળ માટે યોગ્ય શેમ્પૂને શોધવાનું. નાયકાના શેમ્પૂ માસ્ટરક્લાસ તમને યોગ્ય ફોર્મ્યુલા શોધવામાં મદદરૂપ થશે.
૧. સામાન્ય વાળ
તમે ભાગ્યશાળી છો કે તમારા વાળની સંભાળ લેવામાં તમને ઓછી ઝંઝટ રહે છે. આવા વાળ માટે સલ્ફેટ-મુક્ત ફોર્મ્યુલા વાપરો, જે તમામ પ્રકારના વાળને માફક આવે છે, તે વાળને પોષણ પૂરું પાડે છે, વાળને સુંવાળા બનાવે છે અને વાળમાંનું કુદરતી તેલ તથા મોઈશ્ચર દૂર કર્યા વિના વાળને છૂટા કરે છે.
સૂકા અને બરડ વાળ માટે ક્રીમી અને મોઈશ્ચરાઈઝવાળા શેમ્પૂ અને કન્ડિશનરના કોમ્બોની જરૂર પડે, જેથી વાળ ફરી બાઉન્સી અને ચમકદાર બને. આ શેમ્પૂમાં પોષણદાયક ક્રીમ્સ, તેલ અને પ્રોટીન્સથી ભરપૂર તત્ત્વો હોવા જોઈએ.
તૈલીવાળ ધરાવતા લોકોને એવા શેમ્પૂની જરૂર પડે જે વાળમાંથી તેલને સાફ કરે, માથા પરની ચામડીને સ્વસ્થ બનાવે અને છિદ્રોને ભરાઈ જતા અટકાવે. જેમાં એસ્ટ્રિજન્ટ વધારે પ્રમાણમાં હોય અને પેન્થેનોલ કે વ્હીટ પ્રોટીન જેવા ઘટ્ટ બનાવે એવા તત્ત્વો પણ વધારે પ્રમાણમાં હોય.
તમારે એવા શેમ્પૂની જરૂર પડે જે વાળને ફરી બાઉન્સી બનાવે અને વાળને ફ્રીઝી થવા ન દે. પૌષ્ટિક, ઓછા ફીણ કરે એવા, સલ્ફેટ-મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં સિલીકોન્સ અને પ્રોટીન્સ પણ હોય જેનાથી વાળમાં મોઈશ્ચર ફરી ભરાય.
બરછટ વાળને વારંવાર શેમ્પૂથી ધોવા પડે. એ માટે અત્યંત હાઈડ્રેટિંગ અને ક્રીમી શેમ્પૂ વાપરવું જોઈએ, જેમાં નાળિયેર, ઓલિવ કે શિયા બટર ભરપૂર પ્રમાણમાં હોય, તેમજ અધિક મોઈશ્ચરાઈઝિંગ કન્ડિશનર્સ હોય જે વાળના મૂળને મોઈશ્ચરથી ભરી દે જેથી વાળ વધારે સુંવાળા બને.
વાળથી ભરપૂર માથું બહુ સુંદર લાગે. તમારે એવી ફોર્મ્યુલાની જરૂર છે જે વાળને જાડા બનાવે, પરંતુ તે એટલા બધા ક્રીમી હોવા ન જોઈએ જેના ભારથી વાળ ખરી પડે. મુલાયમ શેમ્પૂ દરરોજ અથવા અવારનવાર લગાડવાથી તમારા વાળ ભરેલા લાગશે.
રસાયણોથી રંગેલા વાળની વધારે સંભાળ લેવી પડે. એ માટે એવું શેમ્પૂ વાપરવું જોઈએ જે વાળની ચમકને જાળવી રાખે, સૂર્યના તડકા સામે રક્ષણ આપે અને વાળમાંના રંગને ફિક્કો પડતા રોકે. વાળના રંગને ઝાંખો પડતો અટકાવે એવા UV ફિલ્ટર્સથી ભરપૂર શેમ્પૂ તમારે માટે ઉત્તમ રહેશે.