અમદાવાદ– પાટીદાર નેતા હાર્દિક પટેલે chitralekha.com ને જણાવ્યું હતું કે ભાજપ ભલે જીત્યું હોય પણ બાવીસ વર્ષો પછી વિપક્ષ મજબૂત બન્યો છે. આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ગામડાનો વિકાસ થયો નથી. ઈવીએમમાં ગરબડી થઈ છે, ઈવીએમ જીત્યા છે. કોઈ વિરોધ કરતું નથી, ગુલામી કરવાની લોકોને ટેવ પડી ગઈ છે. ઈવીએમ અંગે કોઈ બોલતું નથી. જનતાને તેમના મતની કોઈ કીમત નથી. ભાજપ સત્તા પર આવતા હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપના તળેલા ભજીયા ખાઈને આપણે આવનાર પેઢીના પાંચ વર્ષના ભવિષ્યને તળી નાંખ્યું છે. પણ ધીમે ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે. હું પણ માનું છુ કે ઈવીએમ હટાવો દેશ બચાવો…
પાટીદાર અનામત આંદોલનને લઈને અમે ખુબ દોડીશું, ખુબ મહેનત કરીશું. અનેક મુદ્દા પર અમે લડીશું. હાર્દિક પટેલનો સાથ છોડીને તેમના અનેક સાથીદારો જતા રહ્યા છે, પણ હાર્દિક પટેલ એકલા લડશે. મહેનત કરીશ સફળતા મળે, લડવા માટે જન્મ્યો છું, ગુજરાતમાં પણ આવા ગદ્દારો છે. હાર્દિક પટેલે વધુમાં શુ કહ્યું જાણવા chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી એક્સક્લુઝિવ મુલાકાત જુઓ…
(વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ)