અમદાવાદ- લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન યોજાયું. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર રાતે 8 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 64.11 ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા વિસ્તારમાં 74.09 ટકા અને સૌથી ઓછું મતદાન 55.73 ટકા ખેડા લોકસભા વિસ્તારમાં નોંધાયું. લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે.
મહત્વનું છે કે, આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન હતું ત્યારે ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 26 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે નહીવત ફેરફાર રહ્યો છે ગત વખતે સરેરાશ 63.48 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે સરેરાશ 63.64 ટકા મતદાન થયું છે.
બેઠક પ્રમાણે મતદાન ટકાવારી:
|
જો કે પરિણામ માટે ગુજરાતે બરાબર એક મહિના રાહ જોવી પડશે, 23 મે એ મતગણતરી થાય ત્યાંસુધી ગુજરાતમાં પણ સસ્પેન્શ જળવાઈ રહેશે.